
વિજાપુર પિલવાઈ ચોકડી વેડા તરફ ઇકો ગાડીમાં વિદેશી દારૂ લઇ જતા પોલીસે ખણુંસાના બુટલેગર ઝડપી લીધો
પોલીસે પાંચ સામે ફરીયાદ નોંધી બેની અટકાયત કરી ત્રણ ફરાર શખ્સો ની તપાસ હાથ ધરી
વિદેશી દારૂની 240 બોટલો ઇકો ગાડી સહિત કુલ મુદ્દામાલ 2,95,300નો જપ્ત કર્યો
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં દારૂ જુગાર સહીત ના ધંધાઓ બેકાબૂ બની રહ્યા છે.જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તાલુકા મથકો માં દારૂ જુગાર સહિતના કેસોમાં અસરકારક કામગીરી ની મળતી સૂચના આધારે સ્થાનીક પોલીસ પેટ્રોલીંગ માં હતી.પિલવાઈ ચોકડી પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી ખણુસા ગામનો મનુજી ઉર્ફે ઢીંગલી લક્ષ્મણસિંહ વિહોલ નામનો બુટલેગર પોતાના ખેતર માં વિદેશી દારૂ કુકરવાડા તેમજ વેડા સહિત ના ગામોમાં મોકલવાની તૈયારીઓ માં છે. બાતમી ની ખરાઈ કરવા પોલીસ પિલવાઈ ચોકડી થી વેડા તરફ ના રોડ ઉપર આડશ મૂકી વોચ ગોઠવી હતી. તે સમયે ઇકો કાર જેનું નમ્બર જીજે.02.સીપી.0201 વેડા ગામ તરફ જઇ રહી હતી તે સમયે પોલીસે ઇકો કાર રોકી ચાલક ની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મનુજી ઉર્ફે ઢીંગલી વિહોલ બતાવ્યું હતું. ઇકો ગાડીની પાછળ તપાસ કરતા વિદેશી દારૂની 96 જેટલી છુપાવેલી બોટલો મળી આવી હતી. પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરતા તેણે પોતાના ખેતરમાં છુપાવેલ અન્ય બોટલો અને તેની સંભાળ માટે મુકેલ પૃથ્વી સિંહ વિહોલ નુ નામ જણાવ્યું હતું પોલીસે ગઢીયા વાળા આંટા માં ખણુસા ગામની સીમ મનુજી વિહોલ ના ખેતરની તપાસ કરતા બીજી વિદેશી દારૂની બોટલો મળી આવતા કુલ વિદેશી દારૂની 240 બોટલો રૂપિયા 49800/- નો ઇકો ગાડી એકટીવા એક્સેસ મોબાઈલ સહિત કુલ ₹. 2,95,300/- નો મુદ્દામાલ જપ્ત કરી મનુજી વિહોલ, પૃથ્વી સિંહ વિહોલ ને ઝડપી વિદેશી દારૂનો જથ્થો આપનાર હિંમતનગર નો વિમલ વ્યાસ તેમજ વેડા વાળો ટીનાજી ઉર્ફે ભાણો ઠાકોર તેમજ પંકજ ઉર્ફે પકો બાબુજી ઠાકોર વિદેશી દારૂ નો વેપાર કરતા પાંચ સામે પોલીસે ગુનો નોંધી અન્ય ત્રણ ફરાર બુટલેગરો ને ઝડપી પાડવા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. આ અગાઉ બહાર ની એસઓજી પોલીસ વિજિલન્સ પોલીસે વિદેશી દારૂના ના વેપારીઓ ને ઝડપી પાડ્યા બાદ સફાળી જાગેલી સ્થાનિક પોલીસે રેડ પાડી રૂપિયા 2,95,300 નો મુદ્દામાલ ઝડપી સક્રીય કામગીરી કરી હતી.



