
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાના કોકાપુર ગામે રાવણ દહન કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિજયા દશમીની ઉજવણી થઈ રહી છે ત્યારે મોડાસા તાલુકાના કોકાપુર ગામે ગ્રામજનો દ્વારા પરંપરાગત વિજયા દશમી નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ, આ કાર્યક્રમમાં ગામના દરેક વ્યક્તિએ ભાગ લીધો અને ભગવાન રામ, લક્ષ્મણ, માતા જાનકી, હનુમાનજી અને રાવણના પાત્રો સાથે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, શોભાયાત્રામાં સૌ ગ્રામજનો ઉત્સાહ સાથે જોડાયા હતા શોભાયાત્રા ના અંતે રાવણ દહન કરવામાં આવ્યું હતું .કાર્યક્રમને નવયુવક મંડળ કોકાપુર દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.





