થરામાં ચોર્યાસી વિસ્તારમાંથી શ્રી બાળા બહુચર માતાજીની ચાંદીની મૂર્તિની શોભાયાત્રા બાદ પધરામણી કરાઈ.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામા હાઈવે સ્થિત શ્રી બાળા બહુચર માતાજીની ૧ કિલો ૮૦૦ ગ્રામની ચાંદીની મૂર્તિ સહુના સહિયારાથી બનાવવામાં આવી છે મૂર્તિ સાથે ચાંદીની પાંચ દીવાની આરતી ૫૫૦ ગ્રામ અને ચાંદીનો થાળ ૧ કિલો ૧૦૦ ગ્રામનો બનાવવામાં આવેલ છે.

થરામાં ચોર્યાસી વિસ્તારમાંથી શ્રી બાળા બહુચર માતાજીની ચાંદીની મૂર્તિની શોભાયાત્રા બાદ પધરામણી કરાઈ.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામા હાઈવે સ્થિત શ્રી બાળા બહુચર માતાજીની ૧ કિલો ૮૦૦ ગ્રામની ચાંદીની મૂર્તિ સહુના સહિયારાથી બનાવવામાં આવી છે મૂર્તિ સાથે ચાંદીની પાંચ દીવાની આરતી ૫૫૦ ગ્રામ અને ચાંદીનો થાળ ૧ કિલો ૧૦૦ ગ્રામનો બનાવવામાં આવેલ છે. આ નવીન મૂર્તિની શોભાયાત્રા આજરોજ સંવત ૨૦૮૦ ના આસોસુદ એકમ ને ગુરૂવાર ને તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ચોર્યાસી વિસ્તાર ખાતે સોની રાજેશકુમાર ચીમનલાલના નિવાસ સ્થાનેથી ઢોલ નગારા અને શરણાઈઓના સૂરો સાથે નીકળી નિજ મંદિરે પહોંચતા મંદિરના પૂજારી ગૌસ્વામી મુકેશભારથી સોમભારથી સહીત ટ્રસ્ટીગણે સ્વાગત કરી જ્યોતિષ કર્મકાંડજ્ઞાતા,સાહિત્ય શાસ્ત્રી બાબુભાઈ જોષી શિરવાડાના મુખારવિંદે શાસ્તરોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે સોની દિયાબેન દીક્ષિતકુમાર સહીત ટ્રસ્ટીઓના યજમાન પદે ઘટ સ્થાપના બાદ વેદી યજ્ઞ કરી ચાંદીની મૂર્તિની ચલિત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,ફરશુભાઈ જોષી, ઉમેશભાઈ પ્રજાપતિ,ચમનલાલ સોની,ભરતભાઈ કાનાબાર, મધુસુદનભાઈ સોની,કિશોરભાઈ ઠક્કર,ગોવિંદભાઈ પ્રજાપતિ, જસવંતભાઈ શાહ (રોકડીયા), અલ્પેશભાઈ પ્રજાપતિ,આર. કે. રાઠોડ.દશરથભાઈ સોની, રમેશભાઈ ઠક્કર,રણછોડભાઈ એચ.પ્રજાપતિ કાકર સહીત વિશાળ સંખ્યામાં તાણા-થરા નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા.આ અવસરે મુકેશભારથી ગૌસ્વામી એ જણાવ્યું હતું કે જયારે માતાજીની ચાંદીની નવીન મૂર્તિ બનાવવાની ચર્ચાવિચારણા થતી હતી તે સમયે માતાજીના ચમત્કાર રૂપે થરા પોલીસ સ્ટેશનથી ટ્રસ્ટી ઉપર ફોન આવ્યો કે ૧૯૯૮ મા શ્રી બહુચર માતાજી ના મંદિરે ચોરી થઈ હતી તે પકડાઈ ગઈ છે. તો ત્યાંથી ચોરાયેલ ચાંદીની વસ્તુ લાવવામાં આવી હતી આ છે માતાજીનો ચમત્કાર…
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦


				



