જગાણા ગામે પાલનપુર ગ્રામ્ય કક્ષાનો સેવાસેતું કાર્યક્રમ યોજાયો

14 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જગાણા ગામે પાલનપુર ગ્રામ્ય કક્ષાનો સેવાસેતું કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્રારા છેવાડાના માનવીને સરકારી યોજનાઓનો લાભ સ્થાનિક સ્તરે આપવાનો નવતર અભિગમ એટલે સેવાસેતું કાર્યક્રમ .જે અંતર્ગત પાલનપુર તાલુકાના જગાણા ગામે પ્રા.શાળામાં સેવાસેતુ કાર્યક્રમના અધ્યક્ષ પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી હરિભાઈ ચૌધરી તેમજ પાલનપુરના સેવાભાવી મામલતદાર શૈલેષભાઈ પ્રજાપતિ, મેડીકલ ઓફિસર આશાબેન ચૌધરી, યુ.કે. દુબેની ખાસ ઉપસ્થિતિમાં સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો હતો ..આ સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઇ પટેલ, ડો.ગણેશભાઇ પટેલ, જયેશભાઇ ચૌધરી, જયેશભાઇ દવે, પ્રહલાદભાઇ પરમાર,રતીભાઇ લોહ, હરેશભાઇ કરેણ, મોતીભાઈ જુઆ,જયેશભાઇ પટેલ તલાટીશ્રી, સહિત જગાણા, કાણોદર વિસ્તારના લગભગ ૧૭ ગામના લાભાર્થી – અરજદારો , સરપંચશ્રીઓ , રાજકીય અગ્રણીઓ , તમામ સરકારી વિભાગના અધિકારીશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવાસેતું કાર્યક્રમને સફળ બનાવ્યો હતો .







