BANASKANTHAPALANPUR

જી.ડી .મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર એન.એસ.એસ. વિભાગ અંતર્ગતપેથોલોજી લેબ આ સહયોગથી કોલેજની બહેનો માટે બ્લડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

પેથોલોજી લેબ આ સહયોગથી કોલેજની બહેનો માટે બ્લડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

20 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી .મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર એન.એસ.એસ. વિભાગ અંતર્ગત ગુરુ ગ્રીન ક્રોસ પેથોલોજી લેબ આ સહયોગથી કોલેજની બહેનો માટે બ્લડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજની 60 થી વધુ વિદ્યાર્થીનીઓએ હિમોગ્લોબીન,થાઇરોઈડ, ડાયાબિટીસ, જેવા બ્લડ ટેસ્ટ કરાવ્યા હતા. બ્લડ ટેસ્ટ પછી બહેનો માટે ચા બિસ્કીટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. એન.એસ.એસ. દ્વારા જ આજના દિને પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ચંપલ અને બહેનો માટે સેનેટરીપેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. એસ.જી. ચૌહાણ સાહેબના માર્ગદર્શન નીચે પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રતીક્ષા એમ. પરમારે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!