અમીરગઢના ગોદડપુરા ગામે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઇ એ નમો લાયબ્રેરી ખુલ્લી મૂકી
11 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
નમો લાયબ્રેરી ગોદડપુરા (અમીરગઢ) નું શુભ ઉદ્દઘાટન માન. શ્રી બાબુભાઈ દેસાઈ રાજ્યસભા સાંસદ, અનિકેતભાઈ ઠાકર ધારાસભ્ય પાલનપુર અને માવજીભાઈ દેસાઈ ધારાસભ્યશ્રી ધાનેરા ના વરદ હસ્તે કરવામાં આવ્યુ. ગોદડપુરા ગ્રામજનો દ્વારા આયોજિત રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ સાહેબના સત્કાર સમારંભ અને અમીરગઢ તાલુકા ભાજપ દ્વારા આયોજિત સદસ્યતા અભિયાન ૨૦૨૪ ના ગોદડપુરા અને કપાસીયા ગામના કાર્યક્રમમાં હાજરી આપી તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ પ્રજાપતિ, એપીએમસી ચેરમેન મોતીભાઈ દેસાઈ, તાલુકા મહામંત્રી ભમરસિંહ ડાભી, તાલુકા કિસાન મોરચા પ્રમુખશ્રી ચેતનસિંહ રાજપુત, જેથી સરપંચ હરજીભાઈ, તાલુકા ભાજપના આગેવાનો ગંગારસિંહ દેવડા, પ્રભુભાઈ રબારી, જવાનભાઈ દેસાઈ, રતનભાઈ દેસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ખૂબ સરસ આયોજન બદલ ગોદડપુરા ગ્રામજનો નો સહહ્રદય આભાર




