BANASKANTHAPALANPUR

જાગૃતિ ઉ બુ વિદ્યામંદિર ડાવસ હાઈસ્કૂલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

19 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા 

જાગૃતિ ઉ બુ વિદ્યામંદિર ડાવસ હાઈસ્કૂલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો અનેરો ઉત્સવ એટલે રક્ષાબંધન આ પ્રસંગે શાળાની શિક્ષિકા બહેનોએ શાળાના શિક્ષકોને અને શાળાની વિદ્યાર્થીનીઓએ શાળાના વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી.આ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી ઈશ્વરભાઈએ સતી અનસુયાની ટૂંકી વાત કરી અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં મોટા થઈ બહેન દીકરીઓની રક્ષા કરવાનું સૂચન કર્યું હતું. અંતમાં શિક્ષકબંધુઓએ શિક્ષિકા બહેનોને ભેટ અર્પણ કરી હતી અને વિદ્યાર્થી ભાઈઓએ શાળાની વિદ્યાર્થીની બહેનોને પેન ભેટ આપી હતી.

Back to top button
error: Content is protected !!