NANDODNARMADA

આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાને ખુલ્લો પડકાર : જાહેરમાં ચર્ચા કરવા પત્ર લખ્યો

આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાને ખુલ્લો પડકાર : જાહેરમાં ચર્ચા કરવા પત્ર લખ્યો

રાજપીપળા : જુનેદ ખત્રી

ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાના આક્ષેપો બાદ નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને પત્ર લખીને જાહેરમાં ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નનામી પત્ર વિશે વાત કરતા જણાવ્યું હતું કે અધિકારીઓ અને કોન્ટ્રાકટર પાસે નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ ખંડણી માંગે છે હપ્તા માંગે છે જેથી વિકાસના કામો સારા થતાં નથી તેવી વાત ને સ્વીકૃતિ આપી હતી ઉપરાંત સંકલન મિટિંગમાં પણ આ બાબતે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું તેવું પણ જણાવ્યું હતું જોકે આ આક્ષેપો તેઓએ તમામ પક્ષના નેતાઓ ઉપર લગાવ્યા હતા ત્યારે આ બાદ આપ નેતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સંસદને પત્ર લખીને જાહેર ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંકયો છે

પત્રમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સંબોધીને લખ્યું છે કે આપે પત્ર લખી ને તથા પ્રેસ મીડિયા ને સંબોધી ને નર્મદા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ, અને આપ પાર્ટી ના આગેવાનો કોન્ટ્રકટરો અને અધિકારીઓ પાસે નિયમિત હપ્તા ઉઘરાવતા હોવાના અને ગદ્દાર હોવાના ગંભીર આરોપો લગાવેલ છે આ નેતાઓમા નામ જોગ મારું, (ર) મોતીભાઈ વસાવવા (માજી ધારાસભ્ય) (૩) શંક૨ભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત માજી પ્રમુખ, (૪) પર્યુંશાબેન વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ,(પ) નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, તથા નાનાભાઈ રવિ દેશમુખ, તથા કોર્પોરેટર વીરુભાઈ દરબાર તથા પાર્ટી ના નેતાઓ પર હપ્તાઓ ઉધરાવવાના અને ગદ્દાર હોવાના આરોપો આપે લગાવેલ છે. જેનાથી અમારા પરિવાર,સગા સબંધીઓ, સમર્થકો અને જાહેર જનતા આ બાબતે ખુલાસો માંગી રહ્યા છે. આપે જેટલા આગેવાનો પર નામ જોગ આરોપો લગાવેલ છે એ નામ બંધારણીય હોદ્દા પર લોક પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. જેથી આ બાબત નો રૂબરૂ પુરાવા સાથે નો ખુલાશો અનિવાર્ય બની રહે છે. જેથી આપ શ્રી આ પત્ર મળ્યને પછી દિન ૩ માં નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે આપ ની અધ્યક્ષતા માં અમને પ્રેસ મીડિયા અને જાહેર જનતા ને બોલાવી આ ભ્રષ્ટાચાર અને ગાર અંગેની ખુલ્લી ચર્ચાઓ રાખી ઉજાગર કરો એવી અમારી માંગણી છે. જો આપ આમ કરવામાં નિષ્ફળ જશો તો, દિન ૭ પછી અમને તમામ ને રાજકીય રીતે વેતરી નાખવામાં અને છબી ખરડાવવા બદલ આપ પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે

હાલતો નર્મદા જિલ્લામાં ભાજપ આપ નેતાઓના આક્ષેપ પ્રતિ આક્ષેપથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે હવે એ જોવું રહ્યું કે ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવા આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો પડકાર ઝીલશે કે કેમ નર્મદા જિલ્લાનું રાજકારણ કઈ દિશામાં જશે….. !???

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!