હાલોલ ની કલરવ શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાના “15 માં અધ્યાય “શ્લોક પઠનની સ્પર્ધા યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૮.૨૦૨૫
તારીખ 12/8/2025 ને મંગળવારના રોજ હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં ચિન્મય મિશન વડોદરા દ્વારા શ્રીમદ ભગવત ગીતાના પંદર માં અધ્યાય પુરુષોત્તમ યોગની પ્રતિયોગીતા યોજવામાં આવી હતી.આ પ્રતિયોગીતા પૂજ્ય સ્વામી દેવેશાનંદજી ના સાનિધ્ય અને ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.આ પ્રસંગે સ્વામીજીના આશિર પ્રવચન ખૂબ જ હૃદય સ્પર્શી રહ્યા હતાં.જેમાં તેમને સ્વામી વિવેકાનંદ ના જીવન વિશે તેમજ અવતારોને મહત્વ સમજાવતા ઉચ્ચ કક્ષાનું ધ્યાન વ્યક્તિને કઈ રીતે ટોચ પર લઈ જઈ શકે છે એ વાત ખૂબ જ સારી રીતે સમજાવી. આ કાર્યક્રમમાં હંસાબેન ઉપાધ્યાયની ઉપસ્થિતિ ખૂબજ નોંધપાત્ર રહી જે ખૂબ જ મોટા શિક્ષણવિદ છે.આ પ્રતિયોગીતામાં કે.જી વિભાગ અને ધોરણ 1 થી 12 ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ના 281 વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો અને વાલીશ્રીઓ એ પણ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ સુંદર રીતે શ્રીમદ્ ભગવદ ગીતાના શ્લોકોનું ગાન અને પઠન કર્યું. ચિન્મય મિશન દ્વારા દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા આમ આ પ્રતિયોગિતા ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ.જ્યારે આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉ.કલ્પનાબેન જોષીપુરા તેમજ શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોષીપુરા ઉપસ્થિત રહ્યા હતા.









