BANASKANTHAPALANPUR

પાલનપુર રોજગાર કચેરી અને માર્ગ આઈ.ટી.આઈ રામપુરા વડલાના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળો યોજાયો

13 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને માર્ગ આઈ.ટી.આઈ રામપુરા વડલા (સર્જન ફાઉન્ડેશન)ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુઝુકી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, બેચરાજી – હાંસલપુરનાં નોકરીદાતા હાજર રહ્યા હતા.આ ભરતી મેળામાં કુલ ૧૮૬ ઉમેદવારો ભાગ લીધો હતો. જેમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ ૭૭ ઉમેદવારોને સ્થળ ઉપર નોકરીની ઑફર આપવામાં આવી હતી. આ પ્રસંગે રોજગાર અધિકારીશ્રીએ આઈ.ટી.આઈમાં આરોગ્ય સંબંધી કોર્ષના ટ્રેડ શરુ કરવા માટે ભલામણ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર તથા માર્ગ આઈ.ટી.આઈ રામપુરા વડલાના સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!