શ્રી કેળવણી મંડળ ભીલડી સંચાલિત શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિરના સુપરવાઈઝરશ્રી નો નિવૃત્તિ સમારોહ યોજાયો

29 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિરમાં છેલ્લા 35 વર્ષ સુધી નિર્વિવાદિ નિર્વિઘ્ન,સંપૂર્ણ સંતોષકારક,અવિરત શૈક્ષણિક સેવા શિક્ષક સુપરવાઈઝર અને ઈનચાર્જ આચાર્ય માં સેવા આપ્યા પછી શ્રી રાવલ સાહેબ આજ રોજ વય નિવૃત્ત થયા હતા તેમને શેષ જીવન માટેની શુભેચ્છા આપવા માટે શ્રી કેળવણી મંડળ ભીલડી, આચાર્ય શ્રી રમેશભાઈ પટેલ તથા તેમનો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક વહીવટી સ્ટાફ દ્વારા આજે શાળાના પ્રાંગાણમાં વિદાય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી માનસુખભાઈપટેલ ,કલ્યાણભાઈ દેસાઈ, પૂર્વ સરપંચ નારણભાઈ દવે ,નવી ભીલડી સરપંચ શ્રી કે કે માળી ડેપ્યુટી સરપંચ દિનેશ ભાઈ ગામ પંચાયત સદસ્યો જુની ભીલડી ગામના સરપંચ શ્રી મનુભાઈ જોશી ,ડેલિકેટ રાજુભાઈ , ભીલડી ભાજપ મંડળ મહા મંત્રી સુરેશભાઈ સિલ્વા વેપારી મંડળ ભીલડી પ્રમુખ નટુ ભાઈ પૂર્વ આચાર્યશ્રી ઈશ્વરભાઈ દેસાઈ સિનિયર પત્રકાર કંચનજી ઠાકોરપરશુરામ યુવક મંડળ. ભીલડી કમિટી.. બનાસકાંઠા જિલ્લા વ્યાયામ પૂર્વ પ્રમુખ હેમરાજ ભાઈ પવાયા,આનંદ કુમાર ત્રિવેદી ઉપ પ્રમુખ ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારીસંઘ આજુબાજુની પ્રાથમિક શાળાના આચાર્યો, ગામના માર્કેટયાર્ડ,બજાર વેપારીબંધુઓ પત્રકાર મિત્રો ,સેવાકીય સંસ્થા રોટરી ગ્રામ્ય દળ.. સહકારી મંડળી સદસ્યો પૂર્વ વિદ્યાર્થીગણ આમ બોહળી સંખ્યામાં રાવલ સાહેબના શુભેચ્છકો હાજર રહી તેમનું શેષ જીવન સમાજ માટે ,જન કલ્યાણ અર્થે અને લોકહિતાય ખર્ચાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.રાવલ સાહેબે પણ પોતાની કર્મભૂમિ પ્રત્યેની ફરજ અદા કરી હતી. તેમને જે સંસ્થાની છત્ર છાયા હેઠળ આજ દિન સુધી રહ્યા હતા તે શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિર ભીલડી સંસ્થાને રૂપિયા 51000/હજારનુ દાન આપ્યું હતું. તદઉપરાંત તેઓએ તેમની કર્મભૂમિ ભીલડીની દરેક સેવાકીય સંસ્થાઓને 11 હજાર રૂપિયાનું દાન આપ્યું હતું.જેમાં 11000/ગોગામઢ ચેરીટેબલ ટ્રસ્ટ નવી ભીલડી 11000/જગદીશશ્ર્વર મહાદેવ મંદિર, નવી ભીલડી 1000/-રામાપીર મંદિર ,જૂની ભીલડી 11000/-સેમોજ માતા મંદિર. ભીલડી 11000/-ટેટોડા ગૌશાળામાં આમ એમને દાન કર્યું હતું. આમની આ ઉદારતાની દરેક ગામવાસીઓએ નોંધ લઇ તેમના આ કાર્યને બિરદાવ્યું હતું. ગામ લોકોએ પણ તેમની કૃતજ્ઞતા બતાવતા શ્રી રાવલ સાહેબને ભેટ સોગાતોથી નવાજયા હતા.આચાર્ય શ્રી રમેશ ભાઈ પટેલે દરેક ને આવકાર્યા હતા.કાર્યક્રમના અંતમાં ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા.




