કાંકરેજ તાલુકાના થરામાં રિદ્ધિ સિદ્ધિ ગણેશજીની સ્થાપન કરવામાં આવી.
ભાદ્રપદ કે પછી ભાદરવા મહિના ની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ઉજવવામાં આવે છે.આ દિવસે આ ઉત્સવની તૈયારી શરૂ થાય છે

કાંકરેજ તાલુકાના થરામાં રિદ્ધિ સિદ્ધિ ગણેશજીની સ્થાપન કરવામાં આવી.
ભાદ્રપદ કે પછી ભાદરવા મહિના ની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ઉજવવામાં આવે છે.આ દિવસે આ ઉત્સવની તૈયારી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર તેનું સમાપન થાય છે.ભગવાન ગણેશને સમર્પિત આ તહેવાર ગુજરાત,મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી આજરોજ એટલેકે ૭ મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ છે.આ ઉત્સવને લઈ બ.કાં. જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે.ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે અનેક સ્થળોએ ગણેશ ચતુર્થીને લઈ વિવિધ જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી જેમાં સાંઈ ટાઉન સીપ,ચામુંડા સોસાયટી સહિત શ્રી ગણપતિ યુવક મંડળ દ્વારા (તેરવાડીયા વાસ) ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ગણપતિ દાદાની મૂર્તિ લાવી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો સાથે મુર્તિ લાવી ને ભુદેવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચાર સાથે તેરવાડીયા ચેનાજી ચાંદાજી ના નિવાસ સ્થાને આરતી ઉતારી ગેનાજી ભાલુજી તેરવાડીયા ની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે ઢોલ નગર સાથે ગણેશજીની મૂર્તિનું સ્વાગત કરી શોભાયાત્રા કાઢી તેરવાડિયા વાસ ખાતે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે તેરવાડીયા પરિવાર ઠાકોર સમાજ સહીત ભાવિક ભક્તો દાદાના દર્શન માટે વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેરવાડીયા વાસમાં મૂર્તિની સ્થાપના બાદ આરતીમાં રહીશો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦







