સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના કાંકરેજ તાલુકા મહામંત્રી પદે નિયુક્તિ કરાઈ.

કાંકરેજ તાલુકાના રાજપુરના વતની અને કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના અગ્રણી કાર્યકર રસિકભાઈ વસ્તાભાઈ પ્રજાપતિની સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ના પ્રમુખ અનિલ પ્રજાપતિ દ્વારા પ્રજાપતિ સમાજની વિકાસયાત્રામાં પ્રતિબદ્ધતા, લાગણી અને સમાજ સેવાના ઉત્તમ કાર્યને ધ્યાને લઈ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ના કાંકરેજ તાલુકા મહામંત્રી પદે નિયુક્ત કરવામાં આવતા શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ ના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,કન્વીનર ઉમેશભાઈ વી. પ્રજાપતિ,શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ. પ્રજાપતિ થરા,ઉપ-પ્રમુખ રામશીભાઈ
પ્રજાપતિ રવેલ,મંત્રી વાલાભાઈ પ્રજાપતિ રાજપુર, સહમંત્રી રમેશભાઈ એસ. પ્રજાપતિ લુદ્રા,કાંકરેજ પ્રેસ રિસપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા,કાંતિભાઈ પ્રજાપતિ જય ભગવાન, નગરપાલિકા કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ,થરા શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ સહીત સમગ્ર પ્રજાપતિ સમાજ તેમજ તથા રસિકભાઈ ના સ્નેહીજનો અભિનંદનની વર્ષા વરસાવી રહ્યા છે.
નટવર. કે. પ્રજાપતિ, થરા




