ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, મોડાસા-મેઘરજમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા, છતરીયા તળાવનું પાણી ખેતરોમા ફરી વળ્યું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, મોડાસા-મેઘરજમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા, છતરીયા તળાવનું પાણી ખેતરોમા ફરી વળ્યું

મોડાસા તેમજ મેઘરજમાં 4 ઇંચ અને ભિલોડા-બાયડમાં 2 ઇંચ અને માલપુર-ધનસુરામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યોખાબક્યો,મેઢાસણ નજીક અમૃતપુરા કંપામાં ખેડૂતે બનાવેલ ચેકડેમ પાણીના પ્રવાહમાં તણાતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં,પંડ્યાવાસ અને રબારીના વાસના ઘરોમાં પાણી ભરાયા

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેરના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા બીજીબાજુ અરવલ્લી જીલ્લા સહિત ઉત્તર ગુજરાત મેઘરાજાએ રિસામણાં લેતા છૂટાછવાયા વરસાદથી અસહ્ય બાફ અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે રવિવારે રાત્રે મેઘરાજાનું અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ધોધમાર બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા મોડાસા શહેર અને મેઘરજ નગરમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ડુંગર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ડુંગર પરથી પાણી નીચે વહેતા રોડ પર નદીઓની માફક પાણી હિલોળે ચઢ્યું હતું જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો

અરવલ્લી જીલ્લામાં રવિવારે રાત્રે ધીમીધારે વરસાદનું આગમન થયા બાદ મોડી રાત્રે અને સોમવારે સવારે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા જીલ્લાના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જીલ્લાના ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે નદી-નાળા અને તળાવો છલકાયા હતા સાર્વત્રિક વરસાદ થતા ખેતતરમાં ઉભા ખરીફ પાક્ને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો મોડાસા શહેરના ચાર રસ્તા સહિત અનેક નીચાણવાળા સોસાયટીમાં પાણી ભરાતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે પંડયાવાસ અને રબારીવાસમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નગરપાલિકા ઊણી ઉતરતા અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા પરિવારો ભારે હાલાકીમાં મુકાયા હતા દધાલિયા અને સરડોઈ ગામમાં ડુંગરના પાણી ઉતરતા રોડ પર નદીઓ વહી હતી જીલ્લાના અનેક ખેતરો પાણીથી તરબોળ થયા હતા મેઘરાજાએ ધબધબાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોએ છુટકારો મળ્યો હતો

Back to top button
error: Content is protected !!