એસ.વી.એસ. કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2024-25 માં સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળાએ ભાગ લીધો”
4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળાએ જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર આયોજિત સી.આર.સી કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન:2024-25 એમ બી કર્ણાવત હાઈસ્કુલ પાલનપુર ખાતે યોજાયું, જેમાં સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળાના શિક્ષક શ્રી અજીતભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વિભાગ-2માં ધુમાડા શોષક યંત્ર જેમાં ભાગ લેનાર વિદ્યાર્થી સુરેશ કે નટ અને સોહન આર ચૌહાણ તથા વિભાગ-5માં વર્ષા સૂચક યંત્ર જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ સમરીન પઠાણ અને આલિયા ખલીફાએ વર્કિંગ મોડેલ રજૂ કર્યું હતું બંને વિભાગોના વિદ્યાર્થીઓએ ખૂબ જ વિસ્તારથી બાળકોને,વાલીઓને અને નિર્ણાયકોને નિદર્શન કરીને મોડલની સમજ આપી હતી તેમના આ મોડલથી ગણિત-વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા આવેલા બાળકો અને વાલીઓ પ્રભાવિત થયા હતા. કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2024-25 માં વિભાગ-1 અને વિભાગ-5માં ભાગ લેવા બદલ બંને વિભાગના વિદ્યાર્થીઓને અને તેને માર્ગદર્શન આપનાર શિક્ષક શ્રી અજીતભાઈ એન વાઘેલાને અભિનંદન પાઠવેલ.