BHARUCHGUJARAT

વાગરા: તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાદબારી ખોજબલના માજી સરપંચ આસિફ પટેલને સોંપાઈ

સમીર પટેલ, વાગરા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચનાથી વાગરા તાલુકાના નવા પ્રમુખ તરીકે ખોજબલ ગામના આગેવાન અને માજી સરપંચ એવા આસિફ મહંમદ પટેલની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત પ્રમુખની નિયુક્તિ માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકેની સુકાન સંભાળનાર આસિફ મહંમદ પટેલનું મોઢું મીઠું કરાવી ફુલહાર થકી સ્વાગત કર્યું હતું. તેમજ કોંગ્રેસની એકતા, ભાવના અને એના ઐતિહાસિક આદર્શોને એક રાષ્ટ્રીય ધર્મ તરીકે સુદૃઢ બનાવાના ભગીરથ કાર્યમાં જોતરાઈ કામ કરવા સાથે અભિનંદન પણ પાઠવ્યા હતા.

નવનિયુક્ત પ્રમુખને આવકારવા વાગરા તાલુકાના સાદિક ભાઈ (ભેંસલી), સકીલ ભાઈ રાજ, ફિરોઝ ભાઈ રાજ, સુરેશભાઈ પરમાર, કરણ ટેલર, દિનેશ રાઠોડ સહિતના કોંગ્રેસ કાર્યકરો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા. અને નવા પ્રમુખને ફુલહાર તેમજ મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!