BANASKANTHAKANKREJ
ભાભર તાલુકાની શાળાઓમાં બાળકોને સ્કૂલબેગો અર્પણ કરાઈ

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અને સરકારી માધ્યમિક શાળા બલોધણમાં શિક્ષક તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા તેમજ જ્યોતાબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજમાં પ્રમુખ તરિકે સેવા આપતા જીતેન્દ્રકુમાર સાંપરીયાની દીકરી શ્રેષ્ઠાએ બાળ વાટીકામાં પ્રવેશ મેળવતા તેની ખુશીમા તેઓએ બલોધણ પ્રાથમિક શાળા તથા ભાભર પ્રાથમિક શાળા નંબર-૧ મા બાળવાટીકામાં પ્રવેશ મેળવનાર દરેક બાળકોને સ્કૂલ બેગ આપી શુભેચ્છાઓ પાઠવી એક ચિત્ત થઈ શિક્ષણ પ્રાપ્ત કરવા બાળકો ને જણાવ્યું હતું અને નિયમિત બાળકોને સમયસર શાળાએ મુકવા વાલીઓને જણાવ્યું હતું ત્યારે શાળા પરિવારે જીતેન્દ્રકુમાર નો આભાર માન્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા




