
મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરમાં સુખાકારી અને આરોગ્યલક્ષી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે,જેનો લાભ લેવા માટે અનેક શહેરીજનો મહાનગર પાલિકા,જુનાગઢની કચેરી ખાતે આવે છે. જેના કારણે મહાનગર પાલિકા,જુનાગઢની કચેરી ખાતે શહેરીજનોની ભારે ભીડ રહેતી હોય છે.શહેરીજનોના પ્રશ્નોનું નિવારણ અર્થે માન.કમિશરશ્રી,માન.નાયબ કમિશનરશ્રી,માન.આસિ.કમિશનરશ્રીને કાર્યાલય ખાતે મળવા માટેનો આગ્રહ રાખતા હોય છે.
શહેરના અરજદારશ્રીઓને સેવા મેળવવા માટે થોડાક અંશે રાહ જોવાની થતી હોય છે.આ સેવાઓ મેળવવા દરમ્યાન સમયમાં અરજદારશ્રીઓ માટે જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના અને માન.નાયબ કમિશનરશ્રી અજય એસ. ઝાંપડાના માર્ગર્શન હેઠળ મહાનગર સેવા સદન,પહેલા માળ ખાતે અદ્યતન પ્રતીક્ષા ક્ક્ષનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં અરજદારશ્રીઓ માટે પીવાનું પાણી, બેસવા માટે સોફાસેટ, મનોરંજન માટે ટેલીવિઝન,વાંચન માટે મેગેઝીન અને ન્યુઝ પેપર તથા એર કંડીશનર વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.તેમજ તમામ શહેરીજનોની સુખાકારી માટે મહાનગર પાલિકા,જુનાગઢને લગત સેવાઓ પૂરી પાડવા મહાનગર પાલિકા,જુનાગઢ સતત પ્રયત્નશીલ છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 





