GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

લુણાવાડા RFO વિસ્તરણ રેન્જના રોજમદારને સળંગ નોકરી ગણી નોકરીમાં પુનઃસ્થાપિત કરવા મજૂર અદાલતનો આદેશ

 

તારીખ ૨૫/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

મહીસાગર જિલ્લાના લુણાવાડા મુકામે આવેલ આર એફ વિસ્તરણ રેન્જ કચેરીમાં તારીખ ૧/૧/૯૫ થી રોજમદાર તરીકે ફરજ બજાવતા રણછોડભાઈ તીતાભાઈ ને કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય છટણી ના બહાના હેઠળ આઈડી એક્ટ ની કલમ ૨૫ એચ નો ભંગ કરી ૨૫/૭/૯૭ ના રોજ થી નોકરીમાંથી છૂટા કરી દીધેલ જે બાબતે અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈ નો સંપર્ક કરતા ફેડરેશન દ્વારા સરકાર વિરુદ્ધ ઔદ્યોગિક વિવાદ ધારા ૧૯૪૭ ની કલમ ૧૦(૧) એક હેઠળ વિવાદ ઉપસ્થિત કરેલ જેમાં નામદાર મજૂર અદાલત ગોધરા સમક્ષ રેફરન્સ કેસ નંબર ૨૦૦/૧૪ ઉપસ્થિત કરે જે વિવાદ ચાલી જતા કેસમાં પડેલા પુરાવા આધારિત ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ અને એડવોકેટ એસ એ ભોઈ દ્વારા વિગતવાર લંબાણપૂર્વક મજૂર અદાલતના ગોધરા સમક્ષ દલીલો કરતા માનનીય ન્યાયાધીશ એચ એ મકા સાહેબે અરજદારને તારીખ ૧૨/૪/૨૩ ના રોજ આર એફ ઓ વિસ્તરણ રેન્જ દ્વારા ઔદ્યોગિક વિવાદ ધારાની કલમ ૨૫ નો ભંગ કરી છુટા કરવાનું સરકારનું પગલુ ખોટું અને ગેર વ્યાજબી જાહેર કરી અરજદારને તેમની મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવા તથા વિવાદના ખર્ચ પેટે ₹   ૫,૦૦૦ ચૂકવી આદેશ ફરમાવેલ છે આમ ગરીબ અને આદિવાસી પરિવારને ૨૫ વર્ષ પછી ન્યાય મળતા આનંદવિભોર બનેલ છે.

Back to top button
error: Content is protected !!