પાલનપુરના વિદ્યામંદિર કેમ્પસ ખાતે આવેલ કાનુભાઈ મહેતા હોલમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની શ્રી કણબીયાવાસ – 1 પ્રાથમિક શાળાના શિક્ષક જાની ધીરેનકુમાર જયેન્દ્રકુમારને દાંતા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

6 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરના વિદ્યામંદિર કેમ્પસ ખાતે આવેલ કાનુભાઈ મહેતા હોલમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની શ્રી કણબીયાવાસ – 1 પ્રાથમિક શાળાના શિક્ષક જાની ધીરેનકુમાર જયેન્દ્રકુમારને દાંતા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ – 2025 એનાયત કરવામાં આવ્યો. પાલનપુરના વિદ્યામંદિર કેમ્પસ ખાતે આવેલ કાનુભાઈ મહેતા હોલમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ના ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ – 2025 આપી સન્માનવામાં આવ્યા જેમાં માણસા (વરસોડા) ના વતની અને દાંતા તાલુકાની કણબીયાવાસ -1 પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા ધીરેનકુમાર જયેન્દ્રકુમાર જાની ને દાંતા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ -2025 થી સન્માન કરવામાં આવ્યું જેમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર તથા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી એમ.જે.દવે સાહેબ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી ડો. વિનુભાઈ પટેલ સાહેબ તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડો.હિતેશભાઈ પટેલ સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સંજયભાઈ દવે અને ટીમ એજ્યુકેશન બનાસકાંઠાના હાથે દાતા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – 2025 એનાયત કરવામાં આવ્યો.






