MORBI:મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરના મુખ્ય સર્કલોના સર્વાંગી વિકાસ માટે વિશેષ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા
MORBI:મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરના મુખ્ય સર્કલોના સર્વાંગી વિકાસ માટે વિશેષ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા
મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા મોરબી શહેરમાં જાહેર જનતાને આધુનિક અને સરળ અવરજવર સુવિધા મળી રહે તે હેતુથી વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત મોરબી શહેરના મુખ્ય સર્કલોના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં આ તમામ સર્કલોના સુચારૂ આયોજન અને સુનિયોજિત વિકાસ માટે ડ્રોન સર્વે કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે.
આ ડ્રોન સર્વેના આધારે નીચે મુજબના મુખ્ય સર્કલોના વિકાસ માટે પગલાં લેવામાં આવશે ૧.લિલાપર ચોકડી, ૨.ઉમિયા સર્કલ, 3.પંચાસર ચોકડી સર્કલ, ૪.શકત શનાળા સર્કલ, ૫.રવાપર ચોકડી સર્કલ, ૬.વાવડી ચોકડી સર્કલ, ૭.સરદાર પટેલ સર્કલ ૮.છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ, ૯.ત્રિકોણબાગ સર્કલ. આ તમામ સર્કલોના વિકાસથી મોરબી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે તથા લોકોના આવન-જાવન માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે. અને મોરબી મહાનગરપાલિકા આગામી સમયમાં પણ શહેરના વાહનવ્યવહાર અને યાતાયાત વ્યવસ્થામાં વધુ સુધારાઓ માટે સતત પ્રયત્નશીલ રહેશે.આગામી સમય માં મોરબી ની જાહેર જનતા માટે આવન જાવન ની સુવિધા જરૂરિયાત મુજબ મળી રહે ટે બાબત ના તમામ પ્રકાર ના પ્રયાશો હાથ ધરવામાં આવશે.
મંજૂરકર્તા: ડેપ્યુટી એન્જિનિયર, પી.ડબલ્યુ.ડી. વિભાગ, એમઆરએમસી 1/1 ઇ-સાઇન ચકાસવા માટે દસ્તાવેજને એડોબ એક્રોબેટ ડીસીમાં ખોલો.