BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ટ્રેનમાં ગાંજાની હેરાફેરી!:હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે SOG પોલીસે બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

સમીર પટેલ, ભરૂચ
વડોદરા રેલવે એસઓજી પોલીસે હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં પડેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 10.024 કી.ગ્રામ ગાંજો કિંમત રૂ.1 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા પશ્ચિમ રેલવેના એસઓજી પીએસઆઈ ડી.ડી.વણકરના માર્ગદર્શન હેઠળ વડોદરા કેમ્પ-સુરતના પોલીસ હેડ કોન્સ.ઉગા હામાભાઇ,દિનેશ વલ્લભભાઇ, વિજયસિંહ રણજીતસિંહ, રાજેન્દ્રસિંહ કરશનભાઇ 6 જાન્યુઆરીના રોજ ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી પેટ્રોલિંગ કરતા ભરૂચ તરફ રવાના થયા હતા. આ સમય દરમિયાન સદર ટ્રેન સંજાલી રેલવે સ્ટેશન પસાર થયા બાદ ટ્રેનના પાછળના ભાગે રીઝર્વેશન કોચ નં. એસ/6 તથા જનરલ કોચના વચ્ચેના ભાગે કોરીડોરમાં એક નેવી બ્લ્યુ કલરની બેગ જેના ઉપર “PRIORITY” લખેલી શંકાસ્પદ અને બિનવારસી હાલતમાં પડેલી મળી આવી હતી.
જેમાં તપાસ કરતા તેમાંથી કુલ રૂ.10.024 કિલોગ્રામ ગાંજો કિંમત રૂ.1,00,240 અને બેગની કિંમત રૂ,500 મળીને કુલ રૂ.1,00,740 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે મામલે અજાણ્યા વ્યક્તિઓ સામે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટની કલમ-8(સી),20(બી-ii)બી મુજબનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!