BHESANAJUNAGADH

રાણપુર અને મેંદપરાના પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે કલેકટરનો સંવાદ

ગામ નમુના નંબર ૨ગામતળ અને આરોગ્ય રેશનીંગ અને પાણી સહિતના મુદ્દે ગ્રામજનો સાથે સંવાદ કર્યો: પ્રશ્નો ઉકેલવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

૦૦

ભેસાણ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ માં ઉપસ્થિત રહેલા જૂનાગઢના કલેકટરે કાર્યક્રમની સાથે રાણપુર અને મેંદપરાના ગ્રામજનો સાથે તેમના ગ્રામ સ્તરના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.

ગામમાં પીવાનું શુદ્ધ પાણી, સસ્તા અનાજની દુકાનોમાં અનાજનું વિતરણ, ગ્રામ પંચાયત દ્વારા જરૂરી કામગીરી, ગામ તળ ગામ નમુના નંબર 2 ઉપરાંત સ્વચ્છતા અને આવાસ અને આરોગ્ય યોજનાનો લાભ મળે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર શ્રી એ વ્યક્તિગત રીતે અરજદારોને પણ સાંભળ્યા હતા અને તેમના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!