GUJARATHALOLPANCHMAHAL
જાંબુઘોડા ખાતે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કાર્યક્ર્મ યોજાયો.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૨.૨૦૨૫
આજે તા.૧૨/૦૨/૨૦૨૫ ના રોજ સ્પર્શ લેપ્રસી અવેરનેસ કાર્યક્ર્મ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીત, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો.અરુણકુમાર , DNMO ડો.ભાવના પરમાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.શર્મા નાં માર્ગદર્શન હેઠળ જાંબુઘોડા હાટ બજાર ખાતે લેપ્રસી રોગ વિશે (IEC) પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યું હતું.અને લોકોને પત્રિકા વિતરણ સાથે લેપ્રસી રોગ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં તાલુકા લેપ્રસી સુપરવાઈઝર ભુપેન્દ્રસિંહ મકવાણા,તાલુકા હેલ્થ સુપરવાઈઝર સુનિલ રાઠવા, ડુમા પી.એચ.સી નાં સુપરવાઈઝર હિમાંશુ રાઠવા તથા ડુમા પી.એચ.સી નાં કર્મચારીઓનાં સહકારથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.