BANASKANTHAGUJARAT

શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો..

શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો..

શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત મા.અને ઉ.મા.શાળાશ્રી ઓગડ વિદ્યા મંદિર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫ તાલુકા કેળવણી મંડળના ટ્રસ્ટી હસમુખભાઈ ઝવેરી,થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશજી ઘાંઘોસ,મહામંત્રી રાધવેન્દ્ર જોષી,થરા ન.પા.કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ, કોર્પોરેટર રાકેશભાઈ શાહ, કાંકરેજ તાલુકા યુથ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશકુમાર ડી.ઠાકોર, શ્રી પ્રગતિ પ્રાથમિક શાળા થરાના આચાર્ય અંજનાબેન,વડા સી.આર.સી. કો.-ઓ.નટુભાઈ કંબોયા (સુથાર), નરેશભાઈ સરવૈયા (ભાવનગર),લેખકએવમ વરિષ્ઠ પત્રકાર યશપાલસિંહ વાઘેલાની ઉપસ્થિતિમા આજ રોજ તા.૨૯/૦૬/૨૦૨૫ ને શનિવારના રોજ સવારે યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. શાળા ની બલિકાઓએ સ્વાગત ગીત દ્વારા તથા શાળાના આચાર્ય અશોકભાઈ વાલાણી (શાહ) એ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી કુંભસિંહ વાઘેલા, ચંપકભાઈ પરમાર,વિષ્ણુભાઈ જોષી,સુહાગભાઈ બારોટ સહીત સ્ટાફ પરિવારે પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.ધો.-૯ અને ધો.-૧૧ માં પ્રવેશ મેળવનાર તમામ વિધાર્થી ભાઈ-બહેનોને કંકુતિલક કરી મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં હતો.ધો.- ૧૨ ની વિધાર્થીની પ્રજાપતિ શિવાની દીપકભાઈ (ભાભર) એ સ્વાસ્થ્ય અને પર્યાવરણ બાબતે વિસ્તૃત માહિતી આપતાં સભાખંડ તાળીઓના ગડગડાટ ગુંજી ઉઠ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક જયંતીભાઈ જોષી (જે.ટી.જોષી) જ્યારે આભાર વિધિ સિનિયર શિક્ષક વશરામભાઈ રાવળે કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!