SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ તાલુકાના મેમકા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

તા.20/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

છેવાડાના માણસોની સમસ્યાઓનું સ્થળ પર જ નિવારણ થાય તે માટે રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન સમગ્ર રાજ્યમાં ચલાવ્યું છે.

રાજ્યભરમાં સેવા સેતુના નવમા તબક્કા અંતર્ગત કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના મેમકા ગામે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માણસોની નાની-નાની સમસ્યાઓનું સ્થળ પર જ નિવારણ થાય તે માટે રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન સમગ્ર રાજ્યમાં ચલાવ્યું છે રાજ્ય સરકાર દ્વારા લોકોને સરકારી સેવાઓ અને યોજનાઓના લાભો સરળતાથી અને ઘરઆંગણે મળી રહે તે માટે સેવાસેતુ જેવા વિવિધ કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે વઢવાણ તાલુકામાં મેમકા ગામે 20 ગામોના એક ક્લસ્ટરના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સેવા સેતુના માધ્યમથી આજુબાજુના 20 ગામના લોકોને રેશનકાર્ડમાં નામ સુધારો, આધારકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, જાતિ પ્રમાણપત્ર જેવી વગેરે સેવાઓના લાભ લેવા માટે મામલતદાર કચેરીએ જવાની જરૂરિયાત રહેશે નહીં તેમને આજે મેમકા ખાતેથી જ આ પ્રકારની સેવાઓ અને લાભો મળી રહેશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્માન કાર્ડમાં રૂપિયા 10 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર થઈ શકે છે આજના આ સેવાસેતુ કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ પણ કાઢવામાં આવે છે આથી ઉપસ્થિત તમામ લોકોને આ કાર્ડ કઢાવી લેવા જણાવ્યું હતું વધુમાં દંડકએ મેમકા ગામને આદર્શ ગામ બનવા માટે ઉપસ્થિત સર્વે લોકોને વિકાસ કાર્યોમાં લોકભાગીદારી નોંધવા અપીલ કરી હતી પાત્રતા ધરાવતા દરેક લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પણ જણાવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, સરપંચ ઘનશ્યામભાઈ, મામલતદાર અરુણ શર્મા, તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન તેમજ સંબંધિત વિભાગના કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!