BANASKANTHATHARAD
ઉંદરાણા અને ભોરડું વચ્ચે ઘરનાળાનું ગોકુળ ગતિએ કામ ચાલતા: વિધાર્થીઓ પરેશાન

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ તાલુકાના ઉંદરાણા અને ટરૂવા સુધી રોડ રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે જેને લઈને ભોરડું વીર ભગતસિંહ વિધાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ વાહનોનો જવા માટે મજબૂર થયા છે કારણ કે રોડ કોન્ટ્રાક્ટ દ્વારા વ્યવસ્થિત ઘરનાળા પાસે ડાયવર્જન ન આપતા બસ ઉંદરાણા આવી શકે તેમ નથી જેમાં 50 વધારે વિધાર્થીઓએ કઢાવેલ પાસ પણ ઉપયોગમાં આવતો નથી અને છેલ્લા વીસ પચીસ દિવસથી વિધાર્થીઓનો પાસ વ્યર્થ જાય છે અને એ પાસ નો ઉપયોગ કરી શકતા નથી અને પ્રાઇવેટ વાહનોમાં શાળાએ જવા મજબુર બની વિધાર્થીઓને પ્રાઇવેટ વાહનોમાં ભાડું ચૂકવવું પડે છે જો સમયસર આ ઘરનાળા નું કામ અથવા વ્યવસ્થિત ડાયવર્જન થઈ જાય તો વિધાર્થીઓનો પાસ વ્યર્થ ન જાય અને સમયસર બસ ચાલુ થઈ જાય તો વિધાર્થીઓ સ્કૂલે જઈ શકે.



