તાલુકો દાંતા જીલ્લો બનાસકાંઠા સંચાલિત 10(દસ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાઓના ધોરણ 11 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાના પ્રમુખ લક્ષ્મણસિંહ કે બારડ કે જેઓ હાજર રહી તેમના હસ્તે સીડ બોલ પ્લાન્ટેશન (પ્રત્યારોપણ) કામગીરી હાથ ધરવામાં આવી

14 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ અરાવલીની ગિરિમાળાઓમાં માનનીય ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી પ્રેરિત શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડિયા તાલુકો દાંતા જીલ્લો બનાસકાંઠા સંચાલિત 10(દસ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાઓના ધોરણ 11 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાના પ્રમુખ લક્ષ્મણસિંહ કે બારડ કે જેઓ હાજર રહી તેમના હસ્તે સીડ બોલ પ્લાન્ટેશન (પ્રત્યારોપણ) કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં એલ કે બારડ સાહેબ, વન અધિકારી શ્રી તથા ડેરીના અધિકારી ઓના માર્ગદર્શન હેઠળ ગ્રીન અરાવલી રેન્જ હરિત ક્રાંતિ મહા અભિયાનમાં સફળ અને સુંદર પરિણામ લક્ષી કામગીરી થાય તેવું સુંદર આયોજન કરી સંસ્થાની જુદી જુદી આશ્રમ શાળાઓના નજીકની અરાવલી પર્વતમાળાઓમાં સીડ બોલ વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સીડ બોલ પ્રત્યારોપણ કામગીરી કરવામાં આવી.





