BANASKANTHAPALANPUR

પાલનપુરમાં તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને વિના મૂલ્ય ચોપડાનું વિતરણ કરાયું

14 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને વિના મૂલ્ય ચોપડાનું વિતરણ કરાયું.
પાલનપુરમાં તપોધન બ્રાહ્મણ ઘાન્ઘાર સમાજ ગામ્યને વિસ્તાર તેમજ બ્રાહ્મણ પંચવાડી મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમના સમાજના 500 વિદ્યાર્થીઓને નોટબુક વિનામૂલ્ય આપી બાળકોને પ્રોત્સાહન કરાયા હતા પાલનપુરમાં તપોધન બ્રાહ્મણ સમાજ આ બંને સમાજના આગેવાનોએ પોતાના સમાજની વાડીમાં વિના મૂલ્ય ચોપડાનું એક જ દિવસે રાખેલું જેમાં ગામને વિસ્તારના પ્રમુખ નવીનભાઈ ત્રિવેદી તેમજ મંત્રી પિયુષભાઈ રાવલ .અને તેમનું ટ્રસ્ટ મંડળ હાજર રહ્યું હતું જ્યારે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણ પંચવાડી માઠના મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઈ રાવલ. મંત્રી દેવેન્દ્રભાઈ રાવલ. કેતનભાઇ રાવલ. દીપકભાઈ રાવલ. આશાબેન રાવલ .આ તમામ લોકોને હાજરીમાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું હતું જો કે આ જ ચોપડા વિતરણ બ્રાહ્મણ પંચવાડી હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીતાબેન કનુભાઈ રાવલ પાલનપુર વાળાપરિવાર તરફથી તેમજ ગામ્ય તપોધન બ્રાહ્મણ સમાજ ના સ્વ. કાંતાબેન ચુનીલાલ રાવલ મેમદપુર વાળા તેમના પરિવાર તરફથી ચોપડાની ભેટ આવેલી બુક વિતરણ તેમના સમાજના વાડીમાં કરવામાં આવ્યું હતું બંને સમાજના અગ્રણીઓનું સ્વાગત કરવામાં પણ આવ્યું હતું વિદ્યાર્થીઓ વધુ પ્રેરણા રૂપ બને તેવા સુ વાક્ય નોટબુક છપાવવામાં પણ આવ્યા હતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશીની સ્મિત જોવા મળી હતી આ પ્રથમ વખતે બંને ભૂદેવ સમાજના લોકોએ સાથે ચોપડા છપાઈ એકતા નું પ્રતીક જોવા મળ્યું હતું.

Back to top button
error: Content is protected !!