BANASKANTHAPALANPUR

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુરમાં  ‘શિક્ષકદિન’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

 જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં 5 મી સપ્ટેમ્બર- 2024 ના રોજ ડૉ. સર્વપલ્લી રાધા કૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે “શિક્ષક દિનની” ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 34 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજના દિવસના પ્રિ. જ્યોતિ રાવલે શિક્ષક દિનનું મહત્વ વિશે રસપ્રદ માહિતી આપી હતી. તેમજ આજના અધ્યાપકશ્રીઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. આજના કાર્યક્રમનું સંચાલન મકવાણા દશરથએ કર્યું હતું આભાર વિધિ દ્વિજ ગોસ્વામીએ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આજના કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડૉ. એસ. જી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ડૉ. કલ્પના ગાંવિત, ડૉ .મનીષ રાવલ અને ડૉ .ભારતીબેન રાવતએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!