BANASKANTHATHARAD
થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવ્યા.
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ નજીક મહાજનપુરા વિસ્તારની નર્મદા કેનાલમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવ્યા છે. મૃતક યુવતીઓમાં વાવ તાલુકાના ખીમાણાવાસની 23 વર્ષીય રેખાબેન માજીરાણા અને ડીસાની 18 વર્ષીય મહાજનપુરા પમ્પિંગ સ્ટેશન ફાટક પાસેથી બંને યુવતીઓના મૃતદેહ મળ્યા હતા. યુવતીઓના શરીર દુપટ્ટાથી એકબીજા સાથે બાંધેલી હાલતમાં હતા. ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. બંને યુવતીઓના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડે મૃતદેહોને થરાદ પોલીસ અને પરિવારજનોને સોંપ્યા છે.