દિયોદરના રાટિલા ગામની મૃતક લેડી કોન્સ્ટબલ રજા પર હતી અંબાજી મંદિરમાં ટ્રસ્ટની સધન સુરક્ષામાં ફરજ બજાવતી હતી

•પાંચ દિવસ અગાઉ મિત્રો એક બીજા સાથે સિમલા ફરવા ગયા હતા પરત ફરતી વખતે ગોઝારો અકસ્માત નડ્યો•
પંજાબમાં ધુમ્મસના કારણે ફોરચુનર નવી ગાડી ડીવાઈડર સાથે અથડાઈ :ગાડીમાં સવાર પાંચના મોત
પ્રતિનિધિ દિયોદર.. કલ્પેશ બારોટ
શનિવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ થી ગુડતરી ગામ પાસે ભયંકર અકસ્માત સર્જાયો પાંચેય ના ઘટના સ્થળે મોત નીપજ્યા
•દિયોદરના રાટિલા ગામની મૃતક લેડી કોન્સ્ટબલ રજા પર હતી અંબાજી મંદિરમાં ટ્રસ્ટની સધન સુરક્ષામાં ફરજ બજાવતી હતી 
•તમામ મૃતકો એક બીજાના સગા થતા હોઈ સાથે સિમલા ફરવા ગયા હતા
પંજાબના ભઠીંડા જિલ્લાના ગુડકરી નેશનલ હાઈવે પર શનિવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ ના કારણે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં ગુજરાતના વાવ થરાદ જિલ્લા ના એકજ સમાજના પાંચ વ્યક્તિના મોત નીપજ્યા હતા જેમાં દિયોદર તાલુકાના રાંટીલા ગામની લેડી પોલીસ કોન્સ્ટબલ નું પણ મોત નીપજતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે બનાવ ને લઈ મૃતકોના પરિવારજનો પંજાબ જવા રવાના થયા છે
વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના રાંટીલા ગામની લેડી પોલીસ કોન્સ્ટેબલ અમિતાબેન કરશનભાઇ રાજપૂત તેમના કુટુંબીજનો (૧) અરજણભાઇ સુબાભાઈ રાજપૂત રહે અછવાડિયા તા લાખણી ,(૨) ભરતભાઈ અજાભાઈ રાજપૂત રહે અછવાડિયા તા લાખણી ,(૩) જનકભાઈ રાજપુત રહે જેતડા તા થરાદ (૪) સતીશભાઈ રાજપૂત રહે નાડોદા રાજપૂત પાટણ સાથે પાંચ દિવસ અગાઉ મૃતક અરજણભાઇ સુબાભાઈ રાજપૂત ની નવી ફોરચુંનર ગાડી લઈ સિમલા ફરવા ગયા હતા જેમાં સિમલા ફરી શનિવારે વહેલી સવારે પરત ફરતા હતા તે સમયે પંજાબ ના ભઠીંડા જિલ્લાના ગુડતરી ગામ પાસે નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસ ના કારણે ડ્રાઈવર એ સ્ટિંગ પર થી કાબુ ગુમાવતા નવી ફોરચુંનર ગાડી નેશનલ હાઈવે પર ડીવાઈડર સાથે અથડાઈ હતી જેમાં ગંભીર અકસ્માતમાં આખી ગાડી પડીકું વળી ગઈ હતી ગાડીમાં સવાર પાંચે વ્યક્તિના મોત નીપજ્યા હતા બનાવ ની જાણ પંજાબ બંઠીડા જિલ્લા પોલીસ એસ પી નરિંદર સિંહ ને થતા જિલ્લા પોલીસ અને ગુડતરી પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને ગાડી માંથી તમામ મૃતકો ને ગાડી માંથી બહાર કાઢવવામાં આવ્યા હતા આ બાબતે પંજાબ એસ પી નરિન્દર સિંહે જણાવ્યું હતું કે આ તમામ મૃતકો ફોરચ્યુનર કારમાં સિમલા ગયા હતા પરત ફરતી વખતે પંજાબમાં ગાઢ ધુમ્મસ ને કારણે ડ્રાઈવરે સ્ટિંગ પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો અને ગાડી ડીવાઈડર સાથે અથડાઈ હતી આ સમગ્ર અકસ્માત ની જાણ વાવ થરાદ જિલ્લામાં મૃતકોના પરિવારજનો ને થતા વહેલી સવારે મૃતકોના પરિવારજનો સગા સબંધીઓ પંજાબ જવા નીકળ્યા હતા જો કે આજે રવિવારે તમામ મૃતકો ને પોતાના વતન લાવવામાં આવશે
•મૃતકો અલગ અલગ ધંધા સાથે સંકળાયેલ છે જેમાં મૃતક લેડી કોન્સ્ટબલ અંબાજી ખાતે ફરજ બજાવે છે …
સિમલા થી પરત ફરતા પંજાબમાં અકસ્માતમાં મોત ને ભેટનાર લોકો એકજ સમાજના છે જેમાં તમામ લોકો અલગ અલગ ધંધા સાથે સંકળાયેલા છે જેમાં
1- અમિતાબહેન કરશનભાઈ રાજપૂત (રહે. રાટીલા, દિયોદર) -પોલીસ કોન્સ્ટેબક
2-અરજણભાઇ સુબાભાઇ રાજપૂત (રહે. આછવાડીયા ,લાખણી), -ખેતીવાડી અને ફાયનાસ -ફોર્ચ્યુનર ગાડી તેમની હતી અને 15 દિવસ પહેલા જ નવી છોડાવી હતી.
3-ભરતભાઈ અજાભાઇ રાજપૂત (રહે. અછવાડીયા, લાખણી) -ખુશ્બૂ રેડીમેડ કાપડની દુકાન દિયોદરમાં
4-જનકભાઈ રાજપૂત
(રહે. જેતડા, થરાદ) -ઓટો કન્સલ્ટનો વ્યવસાય
5-સતીષ રાજપૂત-(નાડોદા રાજપૂત-પાટણ જિલ્લાનો ) તે છેલ્લા 10 વર્ષથી અરજણ રાજપૂતના ઘરે રહેતો હતો અને તેમના ઘરના કામ અને ડ્રાઇવરનું કામ કરતો હતો.
અરજણ અને ભરત રાજપૂત કાકા-બાપાના ભાઈ હતા તો જનક રાજપૂતએ અરજણભાઈના સગા મામાના દીકરા હતા..
દિયોદરના રોટીલા ગામના મૃતક લેડી કોસ્ટબલ-અમિતાબેન કરશનભાઈ રાજપૂત-અંબાજી મંદિર ટ્રસ્ટની સઘન સુરક્ષામાં ફરજ બજાવતા હતા અને તેવો રજા ઉપર હતા..
મૃતક તમામ લોકો રાજપૂત સમાજના હતા જેમાં સતીશ રાજપૂત સિવાયના તમામ લોકો એકબીજાના સગા થતા હતા..અને 5 દિવસ પહેલા જ ફરવા ગયા હતા..
• રવિવારે મૃતકો ને વતન લવાશે પરિવારે સંદેશ સાથે કરી વાત
પંજાબમાં ધુમ્મસના કારણે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં પાંચ વ્યક્તિઓ ના મોત નીપજ્યા છે જેમાં તમામ મૃતકો ને શનિવારે ઇન્સ ભઠીંડા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે જો કે રવિવારે સવાર સુધી તમામ મૃતકો ને પરત પોતાના વતન લાવવામાં આવશે આ બાબતે મૃતકો ના સગા દશરથભાઈ વાઘેલા એ સંદેશ સાથે વાત કરતા વિગત આપી હતી જેમાં રવિવાર સવાર સુધી પરત પોતાના વતન આવશે ….





