મીની અંબાજી સણાદર ધામમાં માઇ ભક્તોની સેવામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે પણ દિયોદર પોલીસ ટીમની ખડેપગે
પોલીસની સરાહનિય કામગીરી દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓએ બિરદાવી

મીની અંબાજી સણાદર ધામમાં માઇ ભક્તોની સેવામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે પણ દિયોદર પોલીસ ટીમની ખડેપગે
-
પોલીસની સરાહનિય કામગીરી દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓએ બિરદાવી
મીની અંબાજી ગણાતા દિયોદર તાલુકાના સણાદર ધામમાં ચૌદશ અને પૂનમ બે દિવસીય ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન અર્થ ઉમટી પડ્યા હતા જેમાં પગપાળા દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓને કોઈ અવગડ ના પડે તે હેતુસર દિયોદર પોલીસની ટીમ પણ ટ્રાફિક પોઇન્ટ ઉપર સતત ખડેપગે રહી હતી એકબાજુ જિલ્લામાં છેલ્લા બે દિવસીય થી તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જ્યાં મીની અંબાજી ગણાતા દિયોદર ના સણાદર ધામમાં માં અંબાના દર્શન માટે મોટી સંખ્યામાં માઇ ભક્તો દર્શન અર્થ પહોંચ્યા હતા જેમાં સતત પડી રહેલ સાર્વત્રિક વરસાદ વચ્ચે માઇ ભક્તોને કોઈ તકલીફ ના પડે અને પગપાળા દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓ ને ટ્રાફીકમાં પરેશાન ન થવું પડે તે માટે દિયોદર પોલીસ ની ટીમ સતત સેવામાં ખડેપગે રહી ટ્રાફિક ની સરાહનિય કામગીરી કરી હતી જેમાં દિયોદર પી આઈ એ ટી પટેલ સહિત પોલીસ સ્ટાફના જવાનો , હોમગાર્ડ ,જવાનોએ ટ્રાફિક પોઇન્ટ ઉપર સાર્વત્રિક વરસાદ વચ્ચે પણ પોતાની સેવા બજાવતા દિયોદર પોલીસની આ સરાહનિય કામગીરી પણ દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓએ બિરદાવી હતી
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર દિયોદર





