ટોકરીયા શાળાના HTATઆચાર્યશ્રીનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

12 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં પૂર્વ
HTAT આચાર્ય તરીકે 12 વર્ષ સુધી ફરજ બજાવનાર શ્રી પલ્લવકુમાર શાંતિલાલ રાઠોડની જિલ્લા ફેર બદલી ઇસનપુર અમદાવાદ થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો.
આ પ્રસંગે પુષ્પવર્ષા અને ઢોલના સથવારે બાળકો, શિક્ષકો, ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યું.દીપ પ્રાગટય બાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. શાળા પરિવાર અને SMC કમિટી દ્વારા આવનાર તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. શાળા પરિવાર અને એસએમસી કમિટી દ્વારા મોમેન્ટો, શાલ, શ્રીફળ, સાકર, સ્મૃતિ ચિન્હ, આપવામાં આવ્યા. ગ્રામજનો, મહેમાનો દ્વારા જુદી જુદી ગિફ્ટ તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. સનરૂફ ગાડીમાં બેસાડીને તેમને બાળકો, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા તેમને ભારે હૈયે વિદાય આપવામાં આવી. આ પ્રસંગે સૌની આંખોમાં આંસુ આવી ગયા.
આ પ્રસંગે શાળાના SMC ના અધ્યક્ષ નિજામભાઈ શેરશિયા,સોયબભાઈ દાઉવા( સભ્ય)ભીખાભાઇ ડેકલીયા( સભ્ય) ઉંમરભાઈ શેરશિયા પૂર્વ સરપંચશ્રી, અહમદભાઈ શેરશિયા પૂર્વ અધ્યક્ષ, કાંતિભાઈ પંચાલ(નિવૃત્ત શિક્ષક)યાકુબભાઈ શેરશિયા (પૂર્વ સરપંચશ્રી) ગોવિંદભાઈ પ્રજાપતિ, પશાભાઈ પ્રજાપતિ, વહીવટદાર શ્રી અલ્પેશભાઈ ચૌહાણ, તાહિરભાઈ માછલિયા, મોહસીન ભાઈ દાઉવા, અશફાકભાઈ દાઉવા, અમૃતભાઈ ભીલ, ઈશ્વરભાઈ ભીલ, ભીખાભાઇ ભીલ, કેશાભાઈ ભીલ, પોપટભાઈ, સંજયભાઈ, જયેશભાઈ, ભેમજીભાઈ,હરિભાઈ પ્રજાપતિ, જયંતીભાઈ, મૂળજીભાઈ, નરેન્દ્રભાઈ ઠાકોર, દિનેશભાઈ શ્રોફ, કુસુમબેન પરમાર, આંગણવાડીના બાળકો તેમજ સ્ટાફ, સફાઇ કર્મચારીઓ, MDM સંચાલક ઉર્મિલાબેન ભીલ, તેમજ સ્ટાફ, પંચાયત સ્ટાફ તેમજ નિજામભાઈ, આદર્શ સ્કૂલના આચાર્ય શ્રી પ્રવિણા બેન અને સ્ટાફ, આજુબાજુની શાળાના આચાર્યશ્રીઓ, વિપુલભાઈ જોશી CRC કો. ઓ., મકબુલભાઈ મનસૂરી પે કે. આચાર્યશ્રી, મિનહાજભાઈ અઘારીયા, પૂર્વ CRC કો. ઓ, મહંમદભાઈ પોલરા CRC કો. ઓ, યાસીનભાઈ શેલિયા, કુલસુમબેન શેલિયા , પ્રવિણભાઇ રાઠોડ, અંજનાબેન ઠાકોર (સભ્ય) નીતાબેન પ્રજાપતિ (સભ્ય) કમુબેન ભીલ (સભ્ય) વાઘજીભાઈ જુડાલ, જયંતીભાઈ રાઠોડ, મેડિકલ સ્ટાફ, સવિતાબેન ઠાકોર, સંગીતાબેન, નીતાબેન પ્રજાપતિ,ઘરમાજી ભીલ, રફિકભાઇ માછલીયા, સબીરભાઈ માછલીયા, મુકેશભાઈ નાઈ, મહંમદભાઈ મંત્રી, નીતાબેન પટેલ આચાર્યશ્રી, કમુબેન એન.ભીલ ( સભ્ય) ભીખાભાઇ ઠાકોર, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો હાજર રહ્યા હતા.
પલ્લવકુમાર શાંતિલાલ રાઠોડે પોતાના ૧૨ વર્ષની સેવાને યાદ કરતાં કહ્યું કે એની ઉપર ગ્રંથ લખીએ તો પણ ઓછો પડે. શાળાના પૂર્વ આચાર્યશ્રીએ SMC કમિટી, સ્ટાફ મિત્રો અને સૌ ગ્રામજનોનો,બાળકોનો આજ સુધી સહકાર આપવા બદલ આભાર માન્યો હતો . પોતાના કાર્યને આગળ વધારવા કહ્યું હતું.
અંતમાં આ પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ ગ્રામજનો, શાળા પરિવાર, બાળકોનો શાળાના આચાર્યશ્રી રામજીભાઈ હેમરાજભાઈ રોટાતરે આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનુ એન્કરિંગ શ્રી અરવિંદભાઈ ચાવડાએ કર્યું હતું. સ્ટાફ મિત્રો મુસ્તાકભાઈ બાદરપુરા, કોકિલાબેન મકવાણા, શાંતિભાઇ ગામી, અનિલભાઈ મેતીયા, ગોદડભાઈ માલુણા, રૂબિનાબેન આગલોડિયા, ઝહીરભાઈ મનસુરી, ચંદ્રિકાબેન મેવાડા, દામિની બેન, રિયાબેન,
વગેરે ના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો. છેલ્લે સામાજિક વ્યક્તિઓ દ્વારા શાળાના આચાર્યશ્રી રામજીભાઈ હેમરાજભાઈ રોટાતરનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.ઈશ્વરભાઈ ભીલ, ભીખાભાઇ ભીલ, કેશાભાઈ ભીલ, પોપટભાઈ, સંજયભાઈ, જયેશભાઈ, હાજર રહ્યા હતા.






