ચંગવાડા અનુપમ પ્રાથમિક શાળામાં નવનિર્મિત થયેલ વર્ગખંડોનું લોકાર્પણ ધારાસભ્ય સાથે ચૌહાણ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

ચંગવાડા અનુપમ પ્રાથમિક શાળામાં નવનિર્મિત થયેલ વર્ગખંડોનું લોકાર્પણ ધારાસભ્ય સાથે ચૌહાણ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચંગવાડા અનુપમ પ્રાથમિક શાળામાં નવનિર્મિત થયેલ વર્ગખંડોનું લોકાર્પણ 14 દિયોદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તરફથી ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબ ને તુલસી નો છોડ. ભગવત ગીતા પુસ્તક. સરસ્વતી નો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચગવાડા અનુપમ પ્રાથમિક શાળાના પ્રથમ બેન્ચના પ્રથમ વિદ્યાર્થી પટેલ દેવશીભાઈ રામાભાઇ ને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય શ્રી કેશરજી ચૌહાણ દ્વારા આચાર્ય રજનીકાંત પટેલ શિક્ષક ગણ ને સરસ્વતી નો ફોટો.ચોપડા આપી સન્માનિત કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચગવાડા અનુપમ પ્રાથમિક શાળામાં નવનિર્મિત થયેલા વર્ગખંડનુ આજે લોકાર્પણ 14 દિયોદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રકાશભાઈ વણકર. શિક્ષક સંઘ પ્રમુખ પોપટજી ઠાકોર. શિક્ષક સંઘ મંત્રી કરસનભાઈ પટેલ. શિક્ષક મંડળી ચેરમેન સોમાલાલ ઉપાધ્યાય. શિક્ષક મંડળી વાઇસ ચેરમેન જગમાલભાઈ દેસાઈ. પેટા સેન્ટરના આચાર્ય ઈશ્વરભાઈ. સી.આર.સી ચંપકભાઈ દરજી. પ્રકાશભાઈ. ઉપાધ્યક્ષ સોમાલાલ સરપંચ મંજુલાબેન પટેલ ઉપસરપંચ લાલજીભાઈ પટેલ. SMC પ્રમુખ ચતરાભાઇ પટેલ.શાળાના આચાર્ય રજનીકાંત પટેલ સમસ્ત શિક્ષક ગણ તેમજ બહોળી સંખ્યામાં ગામ લોકો હાજરી આપી હતી. પધારેલ દરેક મહેમાનોને ધોરણ ૩ ની બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કેશાજી ચૌહાણ દરેક નવીન વર્ગખંડની મુલાકાત લીધી શિક્ષક ગણ સાથે વાર્તાલાપ કર્યો. આજના પાવન પ્રસંગે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર





