BANASKANTHATHARAD

મેઘપુરા ગામના નર્મદા કેનાલ પર પુલનો નીચેનો ભાગ તૂટી પડ્યો 6 મહિનામાં જર્જરિત

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ

થરાદ તાલુકાના મેઘપુરા ગામમાં નર્મદા કેનાલ પર બનાવેલો પુલ માત્ર 6 મહિનામાં જર્જરિત બની ગયો છે. આ પુલનો નીચેનો ભાગ તૂટી ગયો છે અને તેમાં તિરાડો પડવા લાગી છે.આ પુલ થરા, ચાગડા અને મેઘપુરા ગામના લોકોની અવરજવર માટે મહત્વનો છે. સ્થાનિક લોકો અને શાળાના બાળકો પણ આ પુલનો ઉપયોગ કરે છે. ખેતરોમાં જવા માટે આ નાળું બનાવવામાં આવ્યું હતું. તેની નજીક ગણેશપુરાનું ગોળીયુ નિશાળ પણ આવેલું છે.
સ્થાનિક લોકોએ આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે. તેમના મતે, કેનાલમાં પાણી છોડાય તે પહેલા જ પુલ તૂટવા લાગ્યો છે. આ બાબત નિર્માણની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા કરે છે.કોંગ્રેસ નેતા માંગીલાલ પટેલે જણાવ્યું કે આ સુજલામ સુફલામ્ કાચી કેનાલ પર નાળાં બનાવવામાં આવ્યું છે. તે એકદમ જર્જરીત હાલતમાં છે અને ટૂંકા ગાળામાં તેના ખોપડા નીકળી ગયાં છે. તેમણે ચેતવણી આપી કે જો આ ચાલુ પાણી દરમિયાન તૂટે તો મોટી હોનારત થઇ શકે છે. તેમણે સરકાર પાસે તાત્કાલિક ધોરણેકોન્ટ્રાક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ પુલ નહીં પરંતુ ખેતરોમાં જવા માટે નાળું બનાવવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે દબાણ થયું છે અને અધિકારીઓએ સર્વે કરી લીધો છે.આ જર્જરિત પુલ સ્થાનિક લોકો માટે જોખમરૂપ બની શકે છે. સ્થાનિકો માટે આ પુલ અન્ય વિસ્તારો સાથે જોડાવાનું મુખ્ય માધ્યમ છે. હવે તંત્ર આ બાબતે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું.

Back to top button
error: Content is protected !!