BANASKANTHAPALANPUR
ગઢના નવનિયુક્ત એસ.ટી.કર્મીઓને સન્માનિત કરાયા

11 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગઢના નવનિયુક્ત એસ.ટી.કર્મીઓને સન્માનિત કરાયા. પાલનપુર તાલુકાના ગઢ ગામના વતની અને તાજેતરમાં એસ.ટી.વિભાગમાં પાલનપુર ડીવીજનમાં આસિસ્ટન્ટ મીકેનીકલ તરીકે પસંદગી પામેલા સુનિલ કેશવલાલ ગુર્જર ( સુથાર ) તેમજ કૌશિક અશોકભાઈ રાઠોડનું બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને સામાજિક અગ્રણી અમૃતભાઈ દેસાઈ ( ગઢ ) એ ગામના સામાજિક અગ્રણીઓ સાથે શાલ ઓઢાડી સન્માન કરી બંને યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.





