જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના સંસ્કૃત વિભાગ દ્વારા કવિ કાલિદાસ રચિત સંસ્કૃત નાટક ‘સ્વપ્નવાસવદત્તમ’ બતાવામાં આવ્યું
10 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુરના સંસ્કૃત વિભાગ દ્વારા તા.10/10/2024 સવારે 8: 00 9.00 કલાક દરમિયાન’ સંસ્કૃત વિષયના બી.એ સેમ.1 ના વિદ્યાર્થીઓને સ્વપ્નવાસવદત્તમ’ નાટક ICT માધ્યમથી બતાવવાનું આયોજન (રૂમ નંબર -8 માં) પ્રિ. એસ. જી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ ડો. સુરેખાબેન પટેલ ,ડો જાનકીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો લાભ બી એ સેમ-1 ,5 ના 43 જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો. સંસ્કૃત શિક્ષક યોગેશજી દ્વારા ટેકનિકલ સહકાર મળ્યો હતો. બી.એ.સેમ-1 માં મુખ્ય વિષયમા પેપર નંબર MAJOR -101 A માં મહાકવિ ભાસનું સંસ્કૃત નાટક ‘સ્વપ્નવાસવદત્તમ’ અભ્યાસક્રમમાં ચાલે છે. વિદ્યાર્થીઓ આ સંસ્કૃત નાટક વધુ સરળતાથી સમજી શકે અને ભણવામાં તેઓને વધુ રસ પડે તેવા શુભ આશયથી આ નાટક પ્રતિવર્ષ સંસ્કૃત વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે.




