દિયોદરના કોતરવાડા ગામે વાલ્મીકિ સમાજનો ત્રીજો સમુહ લગ્ન સુખરૂપ સંપન્ન
11 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા
બનાસકાંઠાના દિયોદર તાલુકાના કોતરવાડા ગામે વાલ્મીકિ સમાજ સંગઠન હિન્વાણી પરગણું દિયોદર શ્રી વાલ્મીકિ સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દિયોદર આયોજિત દિયોદર તાલુકાના કોતરવાડા ફુલપુરા નેસડીના સૌજન્યથી ત્રીજો સમુહ લગ્ન મહોત્સવ કોતરવાડા નીલકંઠ મહાદેવના ધામ આગળ પાવન ધરતી ઉપર વિક્રમ સવંત ૨૦૮૧ મહા વદ ચોથ ને રવિવાર તારીખ ૧૬/૨/૨૦૨૫ ના રોજ અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા .લગ્ન મહોત્સવમાં કલાકાર તેજસ રબારી લગ્નના ગીતો ગાઈને રાસ દાંડિયાની રમઝટ જમાવેલ ત્યાર બાદ વિવિધ ભેટ સોગાદો આપેલ દાતાઓનું આયોજકો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર ,દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, સરદારભાઈ પુરબીયા પ્રદેશ યુવા અધ્યક્ષ ગુજરાત વાલ્મીકિ યુવા સંગઠન બનાસકાંઠા, વાલ્મીકિ નવ સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શામળભાઈ, મંગળભાઈ રાઠોડ વગેરે આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહિને અગિયાર નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.
અહેવાલ:- કલ્પેશ બારોટ દિયોદર