
વિજાપુર સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા ચાઇના દોરી ના વિરોધમાં મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરી નજીક સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતી ના સભ્યો એ એકઠા થઈ ચાઇના દોરી ના વિરોધમાં મામલતદાર શૈલેષ સિંહ બારીયા ને આવેદનપત્ર કરી ચાઇના દોરી અને ચાઇના તુક્કલ નુ વેચાણ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.સુપ્રત રાષ્ટ્રીય અધ્યક્ષ નીલેશભાઈ જોષી ના માર્ગ દર્શન હેઠળ રાષ્ટ્રીય સચીવ સુખદેવભાઈ જોષી રાષ્ટ્રીય મેમ્બર અને રાજસ્થાન રાજ્ય ના પ્રભારી તેજસિંહ પરમાર નોર્થ જોન પ્રમુખ ભુપેનદ્ર ભાઈ દવે નોર્થ ઝોન વાઈસ પ્રેસિડેન્ટ અરવિંદસિંહ ચાવડા ના સાનિધ્ય મા ચાઇના દોરી ના વિરોધ મા રેલી સ્વરૂપે મામલતદાર કચેરી એ જઈ મામલતદાર ને આવેદનપત્ર આપી અલ ચાઇના દોરી ના વેપાર ઉપર સખ્ત કાર્યવાહી કરવા ની માંગ કરી રજૂઆત કરી હતી.તેઓએ જણાવ્યું હતુ કે હાલના નજીક ના સમય મા ઉતરાયણ નો પર્વ આવી રહ્યો છે.હાલમાં પણ ચાઇના દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં વેચાણ ચાલુ છે. કેટલાક દિવસ પહેલા મેહસાણા જીલ્લા મા ચાઇના દોરી ના કારણે એક યુવકને ઈજાઓ થઈ હતી. તેને દવાખાને દાખલ પણ કરાયો હતો હજુ ચાઇના દોરી બંધ થઈ નથી જેથી યોગ્ય તપાસ કરી ચાઇના દોરી નો વેપાર ક્યા થી થઈ રહ્યો છે. તેની તપાસ કરી કાયદેસર કરવા જણાવ્યું હતુ આ કાર્યક્રમ મા સમિતિ ના મહામંત્રી બાબુસિંહ ઝાલા બળદેવસિંહ બારડ, જસુભાઈ ચૌધરી, ગોવિંદભાઈ રાવળ, કિર્તન ભાઈ પટેલ, સરોજબેન પટેલ, મનીષાબેન ન્યાયી, પ્રકાશભાઈ પટેલ, ઉષાબેન પટેલ, જીવ દયા પ્રેમી અમરતભાઈ પટેલ, ડો પી.ટી.પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી મામલતદાર ને રજૂઆત કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ.



