પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો નવેમ્બર મહિનામાં અચોક્કસ મુદત ની હડતાળ ની ચીમકી

દિયોદર ફેર પ્રાઈઝ એસોસિએશન નું આંદોલન નું રણશિંગુ
પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો નવેમ્બર મહિનામાં અચોક્કસ મુદત ની હડતાળ ની ચીમકી
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
દિયોદર ફેર પ્રાઈઝ એસોસિએશન ના સંચાલકોએ તેમની વિવિધ પડતર માગણીઓને લઈ ને દિયોદર મામલતદાર ને આવેદનપત્ર પાઠવી આંદોલન નું રણશિંગુ ફૂંક્યું છે જેમાં મોટી સંખ્યામાં સંચાલકોએ સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગને લઈ રજૂઆત કરી હતી
દિયોદર મામલતદાર કચેરી ખાતે બુધવાર ના રોજ દિયોદર તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા તેમની વિવિધ લાંબા સમયથી પડતર માગણીઓને લઈ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં એસોસિએશન દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો નવેમ્બર – 2025 માસ નો રેશન નો જથ્થો ભરવામાં આવશે નહીં ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન ને મામલતદાર કચેરી દિયોદર ને સંબોધાયેલા આ લેખિત આવેદનમાં જણાવ્યું છે કે અમારી પડતર માગણીઓની રાજ્ય એસોસિયેશન દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં નવેમ્બર 2025 શરૂ થવા છતાં અમારી માગણીઓનો કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી આથી અમારી માગણીઓની સતત ઉપેક્ષા થવાથી દુઃખી થઈ અમારી માગણીઓના સમર્થનમાં અમે નવેમ્બર 2025 માસનો જથ્થો નહીં ભરવાનું અને તારીખ 1 11 2025 થી અસહકાર આંદોલન પર ઉતરવાનું નક્કી કર્યું છે




