BANASKANTHAPALANPUR

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની તિરુપતિમાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય ચિંતન બેઠકનો પ્રારંભ

31 ડીસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
તિરુપતિ (આંધ્ર પ્રદેશ):
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘદ્વારા પવિત્ર નગરી તિરુપતિ આંધ્રપ્રદેશ ખાતે આયોજિત રાષ્ટ્રીય ચિંતન બેઠકનો આજથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ મહત્વપૂર્ણ ચિંતન બેઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય બૌદ્ધિક પ્રમુખ આદરણીય સુનિલભાઈ મહેતાની ઉપસ્થિતિમાં થઈ રહી છે.
બેઠકના ઉદ્ઘાટન સત્રમાં અખિલ ભારતીય અધ્યક્ષ નારાયણ લાલ ગુપ્તા, મહામંત્રી ગીતા ભટ્ટ, સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર, સહ સંગઠન મંત્રી લક્ષ્મણજી સહિત અખિલ ભારતીય પદાધિકારીઓ, ક્ષેત્ર પ્રમુખો, સહ પ્રમુખો, આયામ તથા પ્રકોષ્ઠ પ્રમુખો અને વિવિધ રાજ્યોમાંથી આમંત્રિત પ્રદેશ પદાધિકારીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી.
આ ત્રણ દિવસીય ચિંતન મંથનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, શિક્ષકોના હિત, શૈક્ષણિક ગુણવત્તા, સંસ્થાગત સશક્તિકરણ તથા રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની ભૂમિકા જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક વિચારવિમર્શ થવાનો છે. દેશભરના અનુભવી શિક્ષણવિદો અને સંગઠનના આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
ગુજરાત રાજ્ય તરફથી પ્રાથમિક સંવર્ગના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ, પ્રાથમિક સંવર્ગ રાષ્ટ્રીય સહ સચિવ પલ્લવીબેન પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ આ ચિંતન બેઠકમાં સક્રિય સહભાગી બન્યા છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત આ ચિંતન બેઠક શિક્ષણ તેમજ સંગઠન ક્ષેત્રે નવી દિશા અને દ્રષ્ટિ પ્રદાન કરશે તથા સંગઠનને વધુ મજબૂત બનાવી રાષ્ટ્રહિતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે—એવો વિશ્વાસ ઉપસ્થિત સૌએ વ્યક્ત કર્યો.
ભવદીય,
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) ગુજરાત

Back to top button
error: Content is protected !!