ડીસા અને ભીલડી તાલુકાના ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ
પ્રાકૃતિક ખેતી પરંપરાગત ખેતી કરવાની પદ્ધતિ છે. જેમાં જમીનના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. છોડ તો પોતાની જાતે જ સ્વસ્થ થઈ જાય છે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન અપાયું
(માહિતી બ્યુરો,પાલનપુર)
પ્રાકૃતિક ખેતી પરંપરાગત ખેતી કરવાની પદ્ધતિ છે. જેમાં જમીનના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. છોડ તો પોતાની જાતે જ સ્વસ્થ થઈ જાય છે. પ્રાકૃતિક ખેતી પર્યાવરણ મિત્ર છે. જે જમીનની ખોરાકની ગુણવત્તા સુધારવાની સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા જેવા અનેક ખેતી લાભ આપે છે. કૃષિ ધર્મમાં ખેડૂતનું કર્મ છે પ્રકૃતિ સાથે વફાદાર રહેવાનું. એ માટેનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ છે.
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી વેગ પકડી રહી છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને વધુને વધુ અપનાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા, કૃષિ અને બાગાયત વિભાગોએ સંયુક્ત રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ક્લસ્ટર આધારિત તાલીમ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તાજેતરમાં, ડીસા તાલુકાના ભીલડીમાં આદર્શ હાઇસ્કૂલમાં એક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૈન સમાજના આદરણીય આગેવાન જ્ઞાનરક્ષિત મહારાજ અને જિલ્લા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી (ATMA) એચ. જે. જીંદાલ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો હતો.