વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બોર રિચાર્જ કરી સ્વપ્ન સાકાર કર્યું
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
જડીયાલી ગામમાં બોર રિચાર્જ થતા પાણીની ધારે ખુશીની લહેર, ગ્રામજનો ઉમટી પડ્યા લાખણી તાલુકા (બનાસકાંઠા):
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની જેમ બનાસકાંઠાના લાખણી તાલુકામાં પણ ઉનાળાની કઠિન પરિસ્થિતિ વચ્ચે પાણીનો પ્રશ્ન સતત ઉગ્ર બનતો રહ્યો છે. આવી સ્થિતિમાં જડીયાલી ગામના ખેડૂત ચૌધરી અસોકભાઈ ધીરાજી દ્વારા તેમના ખેતરમાં કરાવવામાં આવેલ બોર રિચાર્જ દરમિયાન સહેજ આશાની કિરણ ખીલ્યું સમગ્ર ગામમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
જેમજ બોરમાં આજુબાજુ ના ખેતરો નું પાણી વાળતા તેમજ આસપાસના ઘરોમાંથી લોકો રમઝટે ત્યાં પહોંચી ગયા. નાના-મોટા, યુવા અને વૃદ્ધો બધાને દેખાવા જેવી હર્ષોલ્લાસિત રીતે સ્થળ પર ઉમટી પડેલા જોઈ શકાયું ઘણા લોકો આ ક્ષણને કેમેરામાં કેદ કરતા નજરે પડ્યા.
ખેડૂત અસોકભાઈએ જણાવ્યું હતું કે, “અમે ઘણી આશાઓ સાથે આ બોર રિચાર્જ કરાવ્યો હતો. હવે અમારું ખેતર ફરી લહેલહાતા ઉભરાશે.આ ઘટનાઓ માત્ર પાણીની ઉપલબઘી પૂરતી નથી, પણ તે ગામ લોકોની ભવિષ્ય પ્રત્યેની આશા, સંઘર્ષ અને સંવેદનાને પણ પ્રતિબિંબિત કરે છે. ઘણા સમયથી વરસાદ અને પાણીની તંગી વચ્ચે જીવતા લોકો માટે આ ઘટનાએ ખુશીની ઝાંખી આપી છે.