MORBI:મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન માં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જન્માષ્ટમીની ઉજવણી.

MORBI:મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન માં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જન્માષ્ટમીની ઉજવણી.
નવયુગ સંકૂલ મુકામે સંસ્થાના પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયા સાહેબ ના માર્ગદર્શન મુજબ ભારતીય સસ્કૃતિને અનુરૂપ એવી “સ્વ” ને ઉજાગર કરતી પરંપરા મુજબ જન્માષ્ટમી તથા મટકી ફોડ નો કાર્યક્રમ થયો. બાલ ગોપાલ ની મુર્તિને દેશી વાજિંત્રો સાથે શોભાયાત્રા કરવામાં આવી.તેમજ અલગ અલગ પ્રકાર ના સ્લોટ ઊભા કર્યા તા જેમ ગોકુળ વૃંદાવન,દેવકી, કૃષ્ણ સુદામા, તેમજ હિંડોળે ઝુલાવી પ્રાચીન ટીપણી રાસ, વૃંદાવન રાસ, કૃષ્ણ-સુદામા નાટક પણ ભજવવા માં આવ્યું કેમાં કે.જી. થી કોલેજ સુધી ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. મહાઆરતી માટે સુંદર મજાની ઝાંખી ગોઠવવામાં આવી હતી, મહાઆરતીમાં વિભાગીય વડાઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વૃંદાવનની યાદ અપાવે તેવા સુંદર મહા રાસ થયો. બાળ-કૃષ્ણ સાથે જોડાયેલ ‘ગોપુરમ’ કે જે ખાસ માખણ ચોરીને ખાવા માટે મિત્રો સાથે લીલા કરતાં અને સાથે મળીને ખાતા. તેવી જ રીતે કે.જી.થી કૉલેજ સુધીના દરેક વિભાગની ગોરસ ભરેલી મટકી-ફોડના કાર્યક્રમ થયા. તેમજ નવયુગ વિદ્યાલય ખાતે પણ જન્માષ્ટમી પર્વ રંગે ચંગે ઉજવાયું હતું જેમાં શોભાયાત્રા,પ્રાચીન રાસ,નાગ દમન વગેરે અદભૂત કૃતિઓ રજૂ કરી હતી ત્યાર બાદ નવયુગ પ્રેપ સેક્શન ના નાના નાના ભૂલકાઓ એ મટકી ફોડ કાર્યક્રમ ની સાથે સાથે પ્રાસંગિક અને દેશભક્તિ ડાન્સ રજૂ કર્યા હતા
સંસ્થાના પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયાસાહેબ તથા શ્રીમતી રંજનબેન પી. કાંજીયાએ તમામ સ્ટાફ ને ધન્યવાદ પાઠવ્યા હતા . કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.












