સરકારના ‘ નો સ્કૂલ બેગ ડે’ અભિગમની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા અનોખી રીતે પહેલ
5 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત સરકારે એક નવી શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં “નો સ્કૂલબેગ ડે” એટલે કે “બેગ વિના શાળા” દિવસ અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 5 જુલાઈ 2025થી દર શનિવારે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ સ્કૂલબેગ વગર શાળામાં હાજર રહેશે. જેમાં રમતગમત, ચિત્રકલાનું પ્રદર્શન, સંગીત તાલીમ, યોગાભ્યાસ, બાલસભા, વાર્તા કહાણી, વનસ્પતિ ઓળખાણ, આધુનિક જીવનકૌશલ્ય સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક દબાણને ઘટાડવો અને તેમને એક આનંદદાયક શાળા અનુભવ પૂરો પાડવાનો છે. આ સંદર્ભે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં પ્રમુખ રમેશભાઈ પટેલ નાં માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના તમામ પ્રાથમિક વિભાગના બાળકોને કુદરતી સાનિધ્યમાં આનંદ ની સાથે ચિત્રકલા, સંગીત, નૃત્ય, અભિનય, વાર્તા કથન, કોયડા ઉકેલ, બાળ ફિલ્મ નિદર્શન તથા વિવિધ રમતો દ્વારા બાળકોની સર્જન શક્તિઓનો વિકાસ થાય એ માટે સરાહનીય ની પ્રયાસ હાથ ધરાયો છે. આ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કરાયેલ બાળકોના હિતમાં આ ” બેગ લેસ ડે ” નાં અનોખા અભિગમને અમો સહર્ષભેર વધાવી રહ્યા છીએ અને બાળકોની આંતરિક શક્તિઓનો વિકાસ થાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે…!