ભાજપના સદસ્યતા અભિયાન માં દાંતા માં મોટાસડાના વનરાજ સિંહ બારડ ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમે રહ્યા
21 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૨૪ માટે સદસ્યતા અભિયાન પ્રારંભ કર્યું છે. આ સદસ્યતા અભિયાનમાં ૧૧ કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ સદસ્યતા અભિયાન હેઠળ આપણા રાજયમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવી શરૂઆત કરવામાં આવેલ છે.જે લક્ષ્યને પૂર્ણ કરવામાં સહભાગી બનવાના ઉદ્દેશ સાથે દાંતા વિસ્તારમાં વનરાજસિંહ એલ. બારડ દ્રારા બીડું ઝડપવામાં આવેલ. તેઓ અને તેમની “Lionet On Filed ” ટીમ દ્રારા દિવસ-રાત જોયા વિના દાંતા પંથકમાં માત્ર ૩૪ દિવસમાં ૪૦,૧૫૧ સદસ્યો બનાવી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન -૨૦૨૪ માં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સદસ્ય બનાવી પ્રથમ નંબર મેળવી રાજકીય ક્ષેત્રે સક્રીય ભાગીદારી નોંધાવામાં આવેલ છે. જે તમામ સભ્યો દાંતા વિધાનસભા મતદારવિભાગમાંથી જ બનાવામાં આવેલ છે. સમગ્ર રાજયમાં સૌથી વધુ સભ્યો બનાવાના આ સદકાર્યમાં વનરાજસિંહ એલ. બારડ અને એમના પિતાશ્રી એલ. કે.બારડ (પૂર્વ પ્રમુખ દાંતા તાલુકા પંચાયત) ના ગ્રુપના તમામ મિત્રો, સગા/સંબંધીઓ તેમજ આસપાસના ગામના હિતેચ્છુક લોકોના સાથ સહકારથી સફળતા મળેલ છે. જેમાં સૌથી અગત્યની બાબત એ છે કે આ સફળતામાં સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કર્યા વિના હોમ ટુ હોમ જઈને લોકો સુધી ભાજપ સંગઠનની વિચારધારા સમજાવીને સભ્યો બનાવામાં આવેલ છે. આ જે યશ સમગ્ર ગુજરાતમાં આપણને મળે છે તે બદલ ખરેખર ‘Lionet On Filed ” ટીમના દરેક મિત્રો અને આ કાર્યમાં મદદરૂપ થનાર દરેક શુભેચ્છકનો હૃદરપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ અગાઉ ‘સંગઠન પર્વ ૨૦૧૯’ અંતર્ગત ભાજપા સદસ્યતા અભિયાન કરવામાં આવેલ. જેમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની ‘રાષ્ટ્રપ્રથમ” ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરણા લઇ જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્ર, વિવિધ વર્ગ તથા વિવિધ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ તેવા ઉમદા હેતુથી દાંતા પંથકમાં લોકકલ્યાણના કાર્યો કરનાર વનરાજસિંહ એલ. બારડના પિતા એવા લક્ષ્મણસિંહ કે. બારડ(પૂર્વ પ્રમુખ દાંતા તાલુકા પંચાયત) દ્વારા ૫૧,૦૦૦ લોકોને ભાજપા સંગઠનની વિચારધારામાં જોડવામાં આવ્યા હતા. જેની નોંધ પણ ભાજપ સંગઠન દ્વારા રાજ્ય સ્તરે લેવામાં આવેલ હતી.આમ ગ્રામ્ય સ્તરે રહીને લોકો સાથે સર્વસમાજ તેમજ સર્વ જ્ઞાતિના લોકોના સર્વાંગી વિકાસ માટે લોક કલ્યાણના કાર્યો થકી રાજકીય તેમજ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે લક્ષ્મણસિંહ કે. બારડ (પૂર્વ પ્રમુખદાંતા તાલુકા પંચાયત) કામગીરી કરવામાં આવે છે જેના પરિણામે જ તેમના સુપૂત્ર વનરાજસિંહ એલ. બારડને આવી જવલંત સફળતા મળી છે.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.





