વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા પોલીસ હેડ ક્વાટ ખાતે આવેલ શહીદ સ્મારક પાસે ‘પોલીસ શહીદ દિન’ નિમિત્તે શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પીત કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની અધ્યક્ષતામાં આહવા પોલીસ હેડ ક્વાટર ખાતે ‘પોલીસ શહીદ દિન’ નિમિત્તે શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પીત કરવામાં આવી હતી. રાષ્ટ્રની સુરક્ષા માટે ફરજ બજાવતાં પોતાનું બલિદાન સમર્પિત કરનાર તમામ શહીદ બહાદુર જવાનોને ડાંગ જિલ્લા પોલીસના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ દ્વારા હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.