BANASKANTHATHARAD

વસંત ચાવડાએ ગુરુ બ્રાહમણ સમાજનું અપમાન, સમગ્ર ગુજરાતમાં રોષ

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ

વાવ થરાદ સુઈગામ ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનોના ધારદાર આક્ષેપ વસંત ચાવડા વિરોધ સમાજમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનાર યુટ્યુબર સામે હવે ગુરુ બ્રાહમણ સમાજે કડક અવાજ ઉઠાવ્યો છે. આજે થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ વસંત ચાવડા વિરોધમાં.અમરેલી જિલ્લાના વસંત ચાવડા નામના વ્યક્તિએ પોતાની “માય ડીઝાયર” યુટ્યુબ ચેનલ મારફતે ગુરુ બ્રાહમણ સમાજને અશ્લીલ શબ્દો વડે અપમાનિત કરતો વિડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોને તેણે ફેસબુક, વોટ્સએપ અને અન્ય સોશ્યલ મીડિયામાં ફેલાવ્યો હતો.આ ઘટનાથી ગુરુ બ્રાહમણ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે આરોપી વસંત ચાવડાનું કામ જ અલગ અલગ સમાજો અને ધાર્મિક સંસ્થાઓ સામે ઝેરી ભાષા વાપરી ઉશ્કેરણીજનક વીડિયો બનાવવાનો છે. આ કારણે સમાજ-સમાજ વચ્ચે અથડામણ સર્જાવાની શક્યતા વધતી જોવા મળે છે.ગુરુ બ્રાહમણ સમાજે થરાદ નાયબ કલેક્ટરને આપેલા આવેદન પત્રમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમની મુખ્ય માંગણીઓમાં આરોપીના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરાવવા, યુટ્યુબ ચેનલ ડિલીટ કરાવવી, તેના સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવો, તાત્કાલિક ધરપકડ કરીને પાસા હેઠળ કાર્યવાહી કરવી અને ગુજરાત એન્ટી સોશ્યલ એકટીવીટીઝ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ કડક પગલાં ભરવા સામેલ છે.સમાજનું સ્પષ્ટ કહેવું છે કે જો આરોપી સામે કડક પગલાં નહીં લેવાય તો રાજ્યવ્યાપી આંદોલન ઊભું થવાની પૂરી શક્યતા છે..

Back to top button
error: Content is protected !!