લાખણી ખાતે વાવ થરાદ જીલ્લા ભાજપ પ્રમુખ ડૉ નરેશભાઈ ઠાકોર નો સત્કાર સમારંભ અને પરિચય બેઠક યોજાઈ

નારણ ગોહિલ લાખણી
નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાના પ્રમુખ તરીકે ડૉક્ટર નરેશભાઈ ઠાકોરની વરણી થવાથી જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડૉ.નરેશભાઈ ઠાકોર વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના કુંવાતા ગામના વતની છે. પોતે ભાજપ પાર્ટીમાં યુવા નેતા તરીકે નામના ધરાવે છે લાખણી ખાતે APMC હોલ માં જિલ્લા પ્રમુખ ડૉ.નરેશભાઈ ઠાકોરનો સત્કાર સમારંભ યાજવા મા આવ્યો હતો કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ડૉ.નરેશભાઈ ઠાકોરે પ્રાસંગિક ઉદબોધન કરી પોતાનું પ્રવચન આપ્યું હતું. પ્રમુખે લોકોને ખાતરી આપી હતી કે હું પાર્ટી અને પાર્ટીના લોકોના કામ માટે હંમેશા તત્પર હરીશ.હું પ્રમુખ નથી પણ આપણે બધા એક સામાન્ય કાર્યકર્તાઓ છીએ એવી વાત કરી લોકોના દીલ જીત્યા હતા આપણે પ્રદેશથી લઈને નાનામાં નાના કાર્યકર્તાઓને સાથે લઈ પાર્ટીના હાથ મજબુત કરવા અપીલ કરી હતી. પ્રમુખ ડૉ.નરેશભાઈ ઠાકોરે તમામ કાર્યકર્તાઓનો પરીચય કર્યો હતો. ભા

ડૉ. નરેશભાઈ ઠાકોરનું સાફા અને સાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું આ પરીચય બેઠકમાં વિવિધ સમાજો માથી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી શોભા વધારી હતી આ પરીચય બેઠકમાં ભાજપ પાર્ટીના સિનીયર અગ્રણીઓ, જિલ્લાના હોદેદારો,મંડળના હોદેદારો ,કાર્યકર્તાઓ, સામાજીક અગ્રણીઓ, બુથ પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



